Jio GigaFiber નું ટુંક સમયમાં લોન્ચિંગ, અકલ્પનીય પ્લાનથી બજારમાં આવશે ભુકંપ

જિયોની બ્રોડબેંડ સર્વિસ જિયો ગીગાફાઇબરને 12 ઓગષ્ટે લોન્ચ કરવામાં આવી શકે છે, લોન્ચિંગ પહેલાની જાણો તમામ વિગતો

Jio GigaFiber નું ટુંક સમયમાં લોન્ચિંગ, અકલ્પનીય પ્લાનથી બજારમાં આવશે ભુકંપ

મુંબઇ :  રિલાયન્સ જીયોની Jio GigaFiber ફાઇબર ટૂ ધ હોમ (FTTH) બ્રોડબેંડ સેવા હાલ ટ્રાયલ ફેઝમાં છે અને તેને કેટલાક પસંદગીનાં યુઝર્સને જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આશા કરવામાં આવી રહી છે તેને 12 ઓગષ્ટે રિલાયન્સ AGM દરમિયાન લોન્ચ કરવામાં આવી શકે છે. જિયો ગીગાફાઇબરની જાહેરાત ગત્ત રિલાયન્સ AGM દરમિયાન કરવામાં આવી હતી. ત્યારથી માંડીને અત્યાર સુધી તેના કોમર્શિયલ લોન્ચિંગ મુદ્દે સસ્પેંસ છે. હાલમાં જ તે અંગે કેટલાક અહેવાલ પણ સામે આવ્યા છે. જ્યાં તેના પ્લાન્સ મુદ્દે માહિતી મળી છે.

PM મોદી અને રાજ્યપાલ સાથે મુલાકાત અંગે ઓમરે કહ્યું J&K અંગે કોઇ મગનું નામ મરી પાડતું નથી
કેટલાક જુના અહેવાલો અનુસાર જિયો ટ્રિપલ પ્લે પ્લાનની સાથે  Jio GigaFiber નું લોન્ચિંગ કરી શકે છે. તેમાં 28 દિવસની વેલિડિટી ગ્રાહકોને મળશે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ મળશે અને 100 જીબી સુધીનો ડેટા એક્સેસ મળશે. આ સાથે જ તેમાં જીયો હોમ ટીવી સર્વિસ અને જિયો એપ્સનું એક્સેસ પણ આપવામાં આવશે. જેને કેટલાક જીયો એમ્પલોય સાથે ટેસ્ટ કરવામાં આવી શકે છે.

વરસાદનાં કારણે બેહાલ થયું સમગ્ર મહારાષ્ટ્ર, નવી મુંબઇમાં ચાર વિદ્યાર્થીનીઓ તણાઇ
આ ઉપરાંત જિયોની તરફથી એક કોમ્બો પ્લાનની માહિતી પણ મળી છે. જેમાં જિયો ગીગા ફાઇબર હેઠળ સિંગલ FTTH દ્વારા બ્રોડબેન્ડ, લેન્ડ લાઇન અને ટીવી એક્સેસ આપી શકાશે. તેની કિંમત એક મહિના માટે 600 રૂપિયા રાખી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેની કિંમત એક મહિના માટે 600 રૂપિયા રાખવામાં આવી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર યુઝર્સને 1000 રૂપિયા સુધીનું પોતાનું હોમ નેટવર્ક બની શકે છે. જેમાં લઘુત્તમ 40 ડિવાઇસ કનેક્શન કરવાનું ઓપ્શન મળશે.

દિલ્હી: ભાજપના સાંસદો માટે સંસદના લાઈબ્રેરી ભવનમાં ટ્રેનિંગ પ્રોગ્રામ 'અભ્યાસ વર્ગ'નું આયોજન 
BankAm-Merrill Lynch ના એક હાલનાં એનાલિસ્ટ રિપોર્ટ અનુસાર જિયોની તરફથી ગીગા ફાઇબર માટે ત્રણ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ ઉતારવામાં આવશે. બેઝ પ્લાનમાં માત્ર 100 Mbps ની સ્પીડથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં આવશે. તેઓ બીજા પ્લાનમાં IPTV સેવા અને ઘદઊ સર્વિસનો સમાવેશ થાય છે. તેની કિંમત 500 રૂપિયાથી માંડીને 1000 સુધીની હોઇ શકે છે.

J&K: મોટો ફિદાયીન હુમલો કરવાની ફિરાકમાં PAK આતંકીઓ, સેના પર કરી શકે BAT હુમલો
હાલ કોઇ પણ પ્લાન મુદ્દે કંપની તરફથી કોઇ જ અધિકારીક નિવેદન આવ્યું નથી. કિંમતની જાહેરાત રિલાયન્સ AGM દરમિયાન કરવામાં આવી શકે છે. હાલ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગ્રાહકોથી સિક્યોરિટી ડિપોઝીટ તરીકે 2500 રૂપિયા અથવા 4500 રૂપિયા લેવામાં આવી રહ્યું છે. સાથે જ ઇન્ટરનેટ એક્સેસ માટે 100 Mbps ની સ્પીડ આપવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news