જુનાગઢમાં યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 લોકો જુગાર રમતા પકડાયા

જન્માષ્ટમીના પર્વ એટલે કેટલાક લોકો માટે જુગાર રમવાનો અવસર. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુગાર રમવુ એટલે એક પ્રથા કહેવાય. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ પર ઘરે ઘરે લોકો જુગાર રમે છે. પણ એ જુગાર આનંદનો હોય છે. પરંતુ આવામાં કેટલાક લોકો પ્રોફેશનલી જુગાર રમતા હોય છે. ત્યારે પોલીસ પણ જન્માષ્ટમી પહેલા વોચ ગોઠવી દે છે. હાલ ગુજરાતભરમા શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે. જન્માષ્ટમીના એક દિવસ પહેલા સવારથી જ પોલીસ એક્ટિવ બની હતી. આજે સવારે ગુજરાતના ત્રણ શહેરોમાં જુગારધામ પકડાયા છે. આજે જુનાગઢ, જામનગર અને કચ્છમાં જુગાર રમતા શકુનીઓ પકડાયા છે. જેમાં જુનાગઢના જુગારધામમાં યુટ્યુબર ધવલ દોમડિયા (dhaval domadiya) જુગાર રમતા પકડાયો છે. 
જુનાગઢમાં યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 લોકો જુગાર રમતા પકડાયા

ઝી મીડિયા/બ્યૂરો :જન્માષ્ટમીના પર્વ એટલે કેટલાક લોકો માટે જુગાર રમવાનો અવસર. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુગાર રમવુ એટલે એક પ્રથા કહેવાય. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વ પર ઘરે ઘરે લોકો જુગાર રમે છે. પણ એ જુગાર આનંદનો હોય છે. પરંતુ આવામાં કેટલાક લોકો પ્રોફેશનલી જુગાર રમતા હોય છે. ત્યારે પોલીસ પણ જન્માષ્ટમી પહેલા વોચ ગોઠવી દે છે. હાલ ગુજરાતભરમા શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે. જન્માષ્ટમીના એક દિવસ પહેલા સવારથી જ પોલીસ એક્ટિવ બની હતી. આજે સવારે ગુજરાતના ત્રણ શહેરોમાં જુગારધામ પકડાયા છે. આજે જુનાગઢ, જામનગર અને કચ્છમાં જુગાર રમતા શકુનીઓ પકડાયા છે. જેમાં જુનાગઢના જુગારધામમાં યુટ્યુબર ધવલ દોમડિયા (dhaval domadiya) જુગાર રમતા પકડાયો છે. 

ગેહલોત સરકારના તોડફોડના ડરથી રાજસ્થાનના 20 ધારાસભ્યોને એક સાથે સાસણ શિફ્ટ કરાયા 

જુનાગઢમાં યુટ્યુબર પણ જુગાર રમતા પકડાયો 
જૂનાગઢ LCB એ રહેણાંક મકાનમાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા. મધુરમ વિસ્તારમાં કૃષ્ણપાર્કમાં એક રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. એલસીબીએ રોકડ મોબાઈલ અને વાહનો સહિત 1.15 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. જેમાં એક યુટ્યુબર ધવલ દોમડીયા પણ આ ગ્રૂપમાં જુગાર રમતો પકડાયો છે. પોલીસે તમામ વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં 66 શકુની પકડાયા 
જામનગરમાં પણ શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમા ખીલી છે. જામનગર શહેર-જિલ્લામાંથી કુલ 66 જુગારીઓ રમતા ઝડપાયા છે. શહેર અને ગ્રામ્ય પંથકના જુદા જુદા વિસ્તારોમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે લાખોની રોકડ રકમ સાથે જુગારીઓને ઝડપ્યા છે.

કચ્છમાં એક જ દિવસમાં 126 જુગારી પકડાયા 
કચ્છમાં પણ જુગારની મોસમ પરાકાષ્ટાએ પહોંચી છે. કચ્છ પોલીસે પાડેલા 12 દરોડામાં દસેક લાખની રોકડ સહિતની મતા કબજે કરાઈ છે. કચ્છમાં એક જ દિવસમાં 126 જુગારીઓ ઝડપાયા છે. પૂર્વ કચ્છમાં છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 42 જુગારીઓ પકડાયા છે. તો માત્ર મુન્દ્રામાં જ 46 લોકો પોલીસના હાથે ઝડપાયા છે. કચ્છમાં જુગારમાં કરોડો ની હારજીત થતી હોવાનું લોકોનું કહેવાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news