કચ્છમાં ધારાસભ્યની નજર સામે યુવક તળાવમાં ડૂબ્યો, વધામણાનું નાળિયેર લેવા ગયો હતો...
મુન્દ્રાનું જેરામસર તળાવ પણ છલકાયું છે. ત્યારે વરસાદી પાણીથી તળાવ છલકાતા તેની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના મુન્દ્રામાં તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાનો બનાવ બન્યો હતો. તળાવમાં વધામણાં સમયે નાળિયેર લેવા ગયેલ યુવક લોકોની નજર સામે જ ડૂબ્યો હતો. આ બનાવ બન્યો ત્યારે માંડવીના ધારાસભ્ય પણ ત્યાં હાજર હતા. લાંબી શોધખોળ બાદ પણ યુવાનની કોઈ ભાળ મળી ન હતી.
આજે સવારે 11:30 કલાકે આ બનાવ બન્યો હતો. કચ્છમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આવામાં કચ્છમાં નદી-નાળા અને તળાવો છલકાઈ ઉઠ્યા છે. ત્યારે મુન્દ્રાનું જેરામસર તળાવ પણ છલકાયું છે. ત્યારે વરસાદી પાણીથી તળાવ છલકાતા તેની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કચ્છવાસીઓ પરંપરા મુજબ જેરામસર તળાવ પર પહોંચ્યા હતા. તો આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. પરંપરા મુજબ તળાવના નવા નીરમાં શ્રીફળ ફેંકવામાં આવ્યું હતું. જેને લેવા માટે સ્થાનિક યુવકો તળાવમાં પડ્યા હતા. આ વેળાએ એક યુવક તળાવમાં ડૂબ્યો હતો. લોકોની નજર સામે જ યુવક તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી યુવકને શોધી શકાયો નથી.
કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ જિલ્લાના માંડવી-મુન્દ્રામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આવામાં ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા છે. 5 ઈંચ વરસાદથી મુન્દ્રામાં આભ ફાટવાની સ્થિતિ પેદા થઈ હતી. બે દિવસ પહેલા મુન્દ્રા તાલુકાના ધ્રબમાં પાણીના વહેણમાં 5 જણા તણાયા હતા. જેમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરી તેઓને બચાવી લેવાયા હતા. અન્ય ત્રણ લોકો પાણીના વહેણમાં તણાયા હતા.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
અમદાવાદ-સુરતને પગલે રાજકોટ... કોરોનાને કાબૂમાં લેવા વધુ એક IASની નિમણૂંક કરાઈ
અમદાવાદીઓને ટેન્શન લાવી દે તેવી તસવીરો, રોજ આ સ્થળે ભેગા થાય છે 200થી વધુ લોકો
મોદી જેવી સ્ટ્રેટેજી અપનાવીને સૌરાષ્ટ્ર પ્રવાસે ઉપડશે સીઆર પાટીલ
ગુજરાતમા હવે દૂબઈ-સિંગાપોરની જેમ ગગનચુંબી ઈમારતો બનશે, સરકારે આપી મંજૂરી
સાવધાન ! કારમાં બેસેલ સાધુ તમારી નજીક આવીને સરનામુ પૂછે તો જવાબ આપતા પહેલા સો વાર વિચારજો...
કોઈને ખબર નથી કે ગુજરાતમાં વિશ્વનું એકમાત્ર પક્ષી મંદિર પણ છે.... જેની આવી છે હાલત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે