વડોદરા: પ્રેમી કપલે કર્યો આપઘાત, એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને કર્યું વ્હાલું

વડોદરાના કરજણ ખાતે એક પ્રેમી યુગલે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કરજણના દેથાણ ગામ પાસે પસાર થતી રેલવે લાઈન પર પડતું મુકી આ પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે

વડોદરા: પ્રેમી કપલે કર્યો આપઘાત, એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને કર્યું વ્હાલું

મિતેષ માળી/ વડોદરા: વડોદરાના કરજણ ખાતે એક પ્રેમી યુગલે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કરજણના દેથાણ ગામ પાસે પસાર થતી રેલવે લાઈન પર પડતું મુકી આ પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે. જો કે, આ પ્રેમી યુગલના આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ત્યારે આ ઘટનાને પગલે કરજણ પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે આવેલા પ્લેઝર ઇન્ડિયા કંપનીની પાછળથી પસાર થઈ રહેલી રેલવે અપલાઈન પર આજે બપોરના 3.30 વાગ્યાની આસપાસ પસાર થઈ રહેલી દેહરાદૂન-મુંબઇ એક્સપ્રેસ ટ્રેન નીચે એક કપલે કોઈ કારણોસર પડતું મૂકી મોતને વ્હાલું કર્યું હતું. મૃતક યુવાન કરણ કાનજીભાઈ રાઠોડ (ઉ.22) રહે. નવીનગરી પોર, તા. વડોદરાનો હોવાનું સામે આવ્યું છે.

તેમજ મૃતક યુવતી જાંબુવા વડોદરાની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બંને યુવક યુવતીએ એક સાથે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યા હોવાનું જણાઈ આવતાં પ્રેમનો મામલો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રેમી યુગલના મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news