ગુજરાતમાં ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાનો શોખ પુરો કરવા યુવકે કર્યું આવું કામ, ધો.10 પાસ યુવકનું ગજબનું કારસ્તાન

ગત 11 ડિસેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન સુરત મેરીયટ હોટલમાં યોગેશ બંસલ, રાહુલ શર્મા અને નિખિલ માહ્યવંશીના નામે રૂમ બુક કરાવી તેનું પેમેન્ટ રૂ.2,35,990 જેમના ક્રેડિટ કાર્ડથી કરવામાં આવ્યું હતું તે કાર્ડધારકે કર્યું ન હોય બેંકે ચાર્જબેક કર્યું હતું.

ગુજરાતમાં ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાનો શોખ પુરો કરવા યુવકે કર્યું આવું કામ, ધો.10 પાસ યુવકનું ગજબનું કારસ્તાન

ઝી બ્યુરો/સુરત: સુરતની બે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ અન્યોના અન્યોના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનાર ધો.10 પાસ ભેજાબાજને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનના યુવાનને તેની કરતૂતોને લીધે ઘરેથી કાઢી મુક્યો છે અને તે ફાઈવ સ્ટાર હોટલોમાં પેમેન્ટ દરમિયાન ઓટીપીને બદલે ડાયરેક્ટ પેમેન્ટ થતું હોય અન્યોના કાર્ડની વિગતો આપતો હતો. 

ગત 11 ડિસેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 દરમિયાન સુરત મેરીયટ હોટલમાં યોગેશ બંસલ, રાહુલ શર્મા અને નિખિલ માહ્યવંશીના નામે રૂમ બુક કરાવી તેનું પેમેન્ટ રૂ.2,35,990 જેમના ક્રેડિટ કાર્ડથી કરવામાં આવ્યું હતું તે કાર્ડધારકે કર્યું ન હોય બેંકે ચાર્જબેક કર્યું હતું.

આવી રીતે જ ઓરેંજ મેગા સ્ટ્રક્ચર લી. (ટીજીબી હોટલ) માં પણ અન્ય વ્યક્તિના ક્રેડિટ કાર્ડથી રૂ.1.32 લાખનું પેમેન્ટ કરી કુલ રૂ.3,67,990 ની ઠગાઈ કરનાર યોગેશ બંસલ, રાહુલ શર્મા અને નિખિલ માહ્યાવંશી વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ સુરત મેરીયટ હોટલના મેનેજર કૌશલ ઝાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસે ગત મોડીરાત્રે આ ગુનામાં યોગેશ વિષ્ણુભાઇ બંસલ ની ધરપકડ કરી હતી.તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ધો.10 પાસ અને હાલ મજૂરીકામ કરતો યોગેશ મોજશોખ માટે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો હતો અને જયારે પેમેન્ટ કરવાનું આવે ત્યારે ફાઈવ સ્ટાર હોટલોમાં પેમેન્ટ દરમિયાન ઓટીપીને બદલે ડાયરેક્ટ પેમેન્ટ થતું હોય અન્યોના કાર્ડની વિગતો આપતો હતો.અગાઉ પણ તેણે આવી રીતે ઠગાઈ કરી હોય તેને ઘરેથી કાઢી મૂક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news