આ આગાહીથી ઉડી જશે ગુજરાતીઓની ઉંઘ! આ 6 જિલ્લામાં રેડ એલર્ટ, 8માં ઓરેન્જ એલર્ટ

આગામી દિવસમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.આ ઉપરાંત નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ.

આ આગાહીથી ઉડી જશે ગુજરાતીઓની ઉંઘ! આ 6 જિલ્લામાં રેડ એલર્ટ, 8માં ઓરેન્જ એલર્ટ

Gujarat HeavyRains: રાજ્યમાં ફરી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. તેમજ નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. સારી બાબત એ છે કે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી દિવસમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.આ ઉપરાંત નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ, અમદાવાદમાં પણ ભારે વરસાદ રહેશે.

રાજ્યમાં મેઘરાજા કહેર મચાવી રહ્યાં છે. જ્યાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તબાહી જોવા મળી છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ મોન્સૂન ટર્ફ ડીસા ઉપર હોવાથી વરસાદ રહેશે. આવતી કાલે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી વલસાડ અને જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ભારે વરસાદના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. આ બાજુ જૂનાગઢમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા રાયજીબાગ પણ મકાનો પાણીમાં ગરકાવ થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news