પાદરામાં આગામી દિવસો ખુબ જ જોખમી! ભૂગર્ભમાંથી નીકળ્યું લાલ રંગનું પાણી, વૈજ્ઞાનિકો પહોંચ્યા
પાદરા તાલુકાના અનેક ગામો જેવા કે દૂધવાળા, કરખડી,લુણા સહિતના અલગ અલગ ગામોમાં કુવામાંથી કે બોરવેલમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, જે પાણી ખેડૂતો પોતાના પાકમાં ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતોના પાકને પણ આ પાણીના કારણે ભારે નુકશાન થાય રહ્યું છે.
Trending Photos
મિતેશ માલી/પાદરા: પાદરા તાલુકા માટે આવનાર દિવસો અત્યંત જોખમી સાબિત થશે. ભૂગર્ભ જળ ઝેરી જળ બન્યું છે. કુવામાંથી લાલ કલરનું પાણી નીકળ્યું છે. આખરે મોટા રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકો સ્થળ પર તપાસ કરી રહ્યા છે.
પાદરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કેમિકલ યુક્ત પાણી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઔધોગિક એકમો દ્વારા ભૂગર્ભમાં કેમિકલ છોડવામાં આવી રહ્યું છે. પાદરા તાલુકાના અનેક ગામો જેવા કે દૂધવાળા, કરખડી,લુણા સહિતના અલગ અલગ ગામોમાં કુવામાંથી કે બોરવેલમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, જે પાણી ખેડૂતો પોતાના પાકમાં ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતોના પાકને પણ આ પાણીના કારણે ભારે નુકશાન થાય રહ્યું છે. ગામલોકો પણ આ પાણી પીવા મજબૂર બન્યા છે, ત્યારે હવે વૈજ્ઞાનિકો દ્વારા પાદરા તાલુકામાં તપાસ કરાઈ હતી.
જ્યારે સમગ્ર મામલે ભાભા એટમીક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ પાદરા તાલુકાના આ વિસ્તારમાં તપાસ કરાઈ હતી. જ્યારે આ પ્રદુષિત પાણીના કારણે હાલ શું પરિસ્થિતિ છે? લાંબા ગાળે શું અસર થઈ શકે છે? આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? તે માટે ભાભા એટમીક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોની મદદ તંત્ર દ્વારા લેવાઈ હતી. આ ટીમ દ્વારા પાણીના સેમ્પલો પણ લેવાયા હતા.
મહત્વની બાબત એ છે કે પાદરા તાલુકાના દૂધવાળા ગામના ખેડૂતોના કુવા પર ZEE 24 કલાકની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી, ત્યારે કુવામાંથી પાણી અત્યંત દુર્ગંધ અને ઝેરી પાણી નીકળતું હોવાનું બહાર આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે