અનોખુ આયોજન! મોરારી બાપુ ઐતિહાસિક ટ્રેન યાત્રા કરી 18 દિવસમાં કરશે 12 જ્યોતિર્લિંગ મંદિરે રામકથા

મોરારી બાપુએ જણાવ્યું હતું કે, 'આ પવિત્ર યાત્રાના માધ્યમથી અમે ભારતને બે અલગ અલગ ધર્મ સંપ્રદાયોને એક જૂથ કરવા અને સનાતન ધર્મની સામૂહિક સમજને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીશું. 

અનોખુ આયોજન! મોરારી બાપુ ઐતિહાસિક ટ્રેન યાત્રા કરી 18 દિવસમાં કરશે 12 જ્યોતિર્લિંગ મંદિરે રામકથા

ઝી બ્યુરો/અમદાવાદ: આધ્યાત્મિક ગુરુ અને રામકથાના મર્મઝ મોરારી બાપુએ રવિવારે ઋષિકેશથી જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનો પ્રારંભ કર્યો છે. શ્રાવણના પાવન અધિકમાસમાં આયોજીત આ અદ્વિતીય યાત્રા દેશના 12 જ્યોતિર્લિંગ મંદિરો સુધી પહોંચશે. આ કથા યાત્રાની બે ટ્રેનોનું નામ કૈલાશ અને ચિત્રકૂટ રાખવામાં આવ્યું છે. 

No description available.

આ ટ્રેન યાત્રાને ઉત્તરાખંડના નાણા મંત્રી પ્રેમચંદ અગ્રવાલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન ઋષિકેશના મેયર અનિતા મામગૈન દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ આધ્યાત્મિક ટ્રેનોને દૂરથી ઓળખી શકાશે કેમ કે, ટ્રેનના કોચનો બહારનો ભાગ 12 જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય ધામો જગન્નાથપુરી, દ્વારકા, તિરુપતિ બાલાજી મંદિર અને બાપુના ગામના દ્રશ્યો થકી શણગારવામાં આવ્યા છે.

 No description available.

આ ટ્રેન 12 હજાર કિલોમીટરની સફર કરીને 1008 યાત્રીઓને જ્યોતિર્લિંગો ઉપરાંત જગન્નાથ પુરી અને દ્વારકા તેમજ તિરુપતિ બાલાજી પણ લઈ જશે. 18 દિવસ સુધી ચાલનારી આ કથાયાત્રા 8 રાજ્યોમાંથી પસાર થઈને 8 ઓગસ્ટે બાપુના ગામ તલગાજરડા ખાતે સમાપન થશે. નાગેશ્વર જ્યોતિર્લિંગને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે જગ્યાઓ પર માન્યતા આપવામાં આવી છે, આ બંને જગ્યાએ બાપુ કથા કરશે. આ યાત્રા શરૂ થતા પહેલા શનિવારે કેદારનાથ ધામમાં ભીમશિલા પ્રાંગણમાં પ્રથમ દિવસની કથા સંભળાવી હતી. બાપુએ આ કથાને માનસ-900 નામ આપ્યું છે.

આ દિગ્ગજ કંપનીઓ ગુજરાતના દ્વારે! PM સેમિકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન
 
શૈવ અને વૈષ્ણવોની વચ્ચે સમન્વયની આ અસાધારણ યાત્રા દરમિયાન મોરારી બાપુએ કેદારનાથમાં કથારસ કહેવાનો સિલસિલો શરૂ કર્યો છે, જેને આ યાત્રામાં દુનિયાભરમાંથી ભાગ લઈ રહેલા શ્રોતાઓ સમક્ષ મૂકશે. દરેક જ્યોતિર્લિંગના આંગણે બાપુ તેમના કથાત્મક સંવાદ દ્વારા ભગવાન રામ અને શિવની એકબીજા પ્રત્યેની વફાદારી અને પ્રેમ સંબંધની વાત કરશે.

No description available.

આ 24 જિલ્લાઓમાં ફરી તૂટી પડશે અતિભારે વરસાદ, આગામી ત્રણ કલાક ગુજરાત માટે સૌથી ભારે!
 
ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમ ચંદ અગ્રવાલે જ્યોતિર્લિંગ રામ કથા ટ્રેનની યાત્રા વિશે પોતાની ખુશી વ્યક્ત કરતાં  જણાવ્યું હતું કે,' હું આ મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક આયોજનનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. જે અમારી સંસ્કૃતિની સમૃદ્ધ વિરાસતને યાત્રા સુવિધાની સાથે જોડવા જઈ રહી છે. આ યાત્રા ભક્તોને એક અદ્વિતીય અવસર પ્રદાન કરશે, જ્યાં તે ભારતની પવિત્ર ભૂમિની દિવ્યતાનો અનુભવ કરી શકશે.

સ્ટંટ કરનારાઓ અને લાયસન્સ વગરના વાહન ચાલકોને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ખુલ્લી ચેતવણી!
 
આ પ્રસંગે ઋષિકેશ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અનિતા મામગાઈને જણાવ્યું હતું કે, "આ યાત્રાની શરૂઆત ઉત્તરાખંડ માટે ગર્વની ક્ષણ છે. અમને ગર્વ છે કે અમે બાપુની યજમાની કરી શક્યા અને જ્યોતિર્લિંગ રામ કથા ટ્રેન યાત્રાના માધ્યમથી  આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વિરાસતના સંગમના સાક્ષી બની શક્યા. આ તીર્થયાત્રા આપણાં આધ્યાત્મિક ભાવોને એક સુંદર અહેસાસ કરાવશે અને ઉતરાખંડને એક સુંદર પ્રવાસન રાજ્યના રૂપમાં  પ્રમોટ કરવામાં પણ મદદ કરશે. 

No description available.

જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા અંગે મોરારી બાપુએ જણાવ્યું હતું કે, 'આ પવિત્ર યાત્રાના માધ્યમથી અમે ભારતને બે અલગ અલગ ધર્મ સંપ્રદાયોને એક જૂથ કરવા અને સનાતન ધર્મની સામૂહિક સમજને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીશું. 

Twitter ની ચકલી ઉડાડવાની તૈયારીમાં એલન મસ્ક, જાણો કેવો હશે નવો Logo
 
 આ કાર્યક્રમના મનોરથી બાપુના એક શ્રોતા અને રામકથા શ્રોતા ઇન્દોરના રૂપેશ વ્યાસ છે. તેમના આદેશ ટ્રસ્ટના સૌજન્યથી આ ટ્રેનને દૂરથી પણ ઓળખી શકાશે. કેમ કે આ ટ્રેન પર 12 જ્યોતિર્લિંગ, તીન ધામ, તિરુપતિ બાલાજી, બાપુના પૈતૃક ગામની તસવીરો હશે. આ યાત્રા એવા સમયે શરૂ થઈ છે જ્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. એટલા માટે ' આઝાદી કા અમૃત મહોત્સવ 'અને દેશના અનેક રાજ્યોની સંસ્કૃતિને જોડી રહી છે અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અભિયાનનો પણ એક ભાગ પણ બની ગઈ છે.

મોરારી બાપુ વિશે:
મોરારી બાપુ એક વિખ્યાત આધ્યાત્મિક વિભૂતિ અને રામકથા મર્મઝ છે, જેમણે પોતાનું જીવન ભગવાનની શિક્ષાને પ્રસારિત કરવા અને સત્ય પ્રેમ અને કરુણાના મૂલ્યોને પ્રસારિત કરવામાં સમર્પિત કર્યું છે. તેઓ અત્યાર સુધી  રામાયણ પર  920 થી વધુ કથાઓ કરી ચૂક્યા છે. બાપુના પ્રભાવશાળી અને મનોહારી પ્રવચનો  માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કરોડો લોકોના હૃદયને સ્પર્શી ગયા છે. 

માત્ર લોકોની આધ્યાત્મિક ચેતના જગાવતા નથી પણ વ્યક્તિને સાદગી, ભક્તિ અને ધર્મનિષ્ઠાનું જીવન જીવવા માટે પણ પ્રેરિત કરે છે. તેમને કથાઓમાં કોઈપણ  ધર્મ, જાતિ, રંગ અથવા સંપ્રદાયના લોકોને આવવાની છૂટ છે, તેમના દરવાજા બધા માટે ખુલ્લા છે.  તેમની દરેક કથમાં નિયમિત રૂપથી આવનારાં તમામ શ્રોતાઓને પ્રસાદ તરીકે મફત ભોજન આપવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news