યે જીવન હૈ, ઈસ જીવન કા યહી હૈ રંગરૂપ.... ભર વરસાદમાં લગ્ન કરવા નીકળ્યા વરરાજા, દાદાના રસોડામાં પાણી આવ્યા!

Kutch Cyclone Alert : માંડવીમાં 16 ઈંચ વરસાદ વચ્ચે પણ બાબાવાડી ગામના લોકોનો આનંદિત વીડિયો સામે આવ્યો છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તેમ છતાં વરસાદમાં આનંદની પળો માણી રહ્યાં છે, તો માંડવીમાં એક વરરાજાને ખભે ઉભાડીને જાન નીકળી

યે જીવન હૈ, ઈસ જીવન કા યહી હૈ રંગરૂપ.... ભર વરસાદમાં લગ્ન કરવા નીકળ્યા વરરાજા, દાદાના રસોડામાં પાણી આવ્યા!

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છની ભૂમિમાં સાહસ ભરેલું છે. કચ્છના પાણીમાં શૂરવીરતા છે. આ ભૂમિ કાળની ગમે તેટલી થપાટો આવે છતાં થાકતી નથી. એમ કહો કે, સંકટ અને મુશ્કેલીઓએ કચ્છી માંડુઓને વધુ મજબૂત બનાવ્યા છે. ખમીરથી જીવતા શીખવાડ્યા છે. તેથી જ કચ્છીઓને ખમીરવંતા ગુજરાતી કહેવાય છે. ભૂકંપ હોય, વાવાઝોડું હોય કે પછી અતિભારે વરસાદ હોય, મુસીબતોમાં પણ હસતો રહેતો એ સાચો કચ્છી. અહીં હમીરસર તળાવ છલકાય તો કચ્છીઓ લાપસી બનાવીને ઉજવણી કરે. આજે કચ્છ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. સવારથી અત્યાર સુધીમાં માંડવીમાં 9 અને મુંદ્રામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અબડાસા અને અંજારમાં પણ 2-2 ઈંચ વરસાદ નોંધાયો. આવામાં વરસાદી આફત વચ્ચે પડકારો સામે લડવા કચ્છના લોકો તૈયાર છે. માંડવીમાં 16 ઈંચ વરસાદ વચ્ચે પણ બાબાવાડી ગામના લોકોનો આનંદિત વીડિયો સામે આવ્યો છે. ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તેમ છતાં વરસાદમાં આનંદની પળો માણી રહ્યાં છે. તો ભારે વરસાદમાં પણ એક પરિવારે દીકરાના ધામધૂમથી જાન કાઢી.

ભર વરસાદમાં લગ્ન
વરરાજા વધુને રીઝવે તે પહેલા મેઘરાજાએ તેમને ખીજવ્યા. પરણવા જાન લઈને નીકળેલા વરરાજાને ભચાઉ તાલુકાના જંગી ગામે વરસાદથી બચાવવા માટે જાનૈયાઓએ તેડી લીધા હતા. વરરાજા ઉપર ફૂલના બદલે કરી તાલપત્રીની છાબ જોવા મળી. લગ્ન ટાંણે તો આમ પણ વરરાજા ઉપડ્યો ઉપડે નહીં એમ કહેવાય છે પણ અહીંયા તો ખરેખર કુદરતે કરેલી કમાલના પગલે જાનૈયાઓએ વરરાજાને ઉપાડીને માંડવે લઈ જવો પડ્યો.

કચ્છી માડુંનું ખમીર....
મુસીબતને પણ અવસરમાં પલટીને જીવવું એ જ જીંદગી. કચ્છના માંડવીમાં 16 ઇંચ વરસાદ બાદ લોકોનાં ઘરમાં પાણી ભરાયાં છે. ત્યારે માંડવીમાં બાબાવાડીમાં લોકોનાં ઘરમાં પાણી ભરાયાં બાદ પણ આંનદિત થયાનો વીડિયો સામે આવ્યો છે. 

ગીતમાં કચ્છીનું ભાષાંતર......
આપણો રસોડો માંડવીમા બાબાવાડીમાં 
રસોડામાં પાણી આવ્યા છે 
બાબા વાળી માં પાણી પાણી 
ઓ હો હો હો પાણી પાણી 
ભગવાને જલસો લગાવી દીધો છે 
આ બાલદી ભરી અને પાણી સીધું જવા દો બહાર 
બે દિવસ તકલીફ પડશે પણ ભગવાને પાણી આપી દીધું છે ખૂબ ઘણું 
બે દિવસ તકલીફ પડે પણ ચોપા પશુઓ સુખી અને માણસો પણ સુખી અને આ બાબા વાડીમાં તો અમે જ પાણી કાઢીએ છીએ 
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય 
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી 
કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે અને બાબા વાળીની જય હો એવું બોલે છે ભગવાને વરસાદ વરસાવ્યો ભગવાનની જય હો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય...

ભુજું હમીરસર તળાવ છલકાયું, ઘરે ઘરે લાપશી બની 
કચ્છનું પ્રખ્યાત અને ભુજના હૃદય સમૂહ હમીરસર તળાવ ઓગનાયું એટલે કે છલકાયું છે. ભુજનાં હ્રદય સમુ હમીરસર તળાવ હંમેશા તળાવ સાથે કચ્છીઓની ભાવનાઓ જોડાયેલી હોય છે જેના કારણે જ્યારે પણ હમીરસર છલકાય છે ત્યારે સમગ્ર કચ્છવાસીઓની સાથે બૃહદ કચ્છવાસીઓ પણ એને વધામણા કરવા માટે ઉત્સુક હોય છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હમીર છલકાયું છે, ત્યારે કદાચ વધામણા કરવામાં એકાદ દિવસ નીકળી પણ જાય. અહીં કલેક્ટર દ્વારા ભુજમાં કચેરીઓમાં પણ રજા જાહેર કરવામાં આવે છે. તો હમીરસર છલકાયાથી ભુજ નગરપાલિકા દ્વારા મેઘલાડુ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ભૂજનું હ્રદય સમુ હમીરસર જ્યારે છલકાય છે ત્યારે બૃહદ કચ્છવાસીઓ પણ જ્યાં સુધી હમીરસર છલકાયા નહીં ત્યાં સુધી અવારનવાર વરસાદ વખતે તેની પૂછા કરતા હોય છે અને મુંબઈવાસીઓતો હમીરસર છલકાય ત્યારે લાપસીના આંધણ મુકવાની પણ પરંપરા નિભાવે છે. હજુ પણ 24 કલાક કચ્છ માટે ભારે વરસાદની આગાહી હોવાથી કલેક્ટર દ્વારા બહાર નહીં નીકળવાની અપીલ પણ કરાય છે અને વરસાદમાં સજાગ રહેવા પણ જણાવાયું છે વહીવટ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર કામ કરી રહ્યું છે. 

અનરાધાર વરસાદની થપાટ બાદ હવે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન સિસ્ટમ 30 ઓગસ્ટના રોજ ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news