ગુજરાતની આ બેઠક પર સુપ્રિમના વકીલ ડૉ.ચંદ્રા રાજન કરશે અપક્ષ ઉમેદવારી

લોકસભાની ચૂંટણી જાહેરાત થતાની સાથે જ દરેક પક્ષ તેમના ઉમેદવારને લઇને સતત મંથન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંન્નેની ચિંતાઓ વધારવા માટે સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી અને પ્રખર કાયદાવીદ ડૉ.ચંદ્રાએ અપક્ષ લડવાની કરી જાહેરાત કરી છે.

ગુજરાતની આ બેઠક પર સુપ્રિમના વકીલ ડૉ.ચંદ્રા રાજન કરશે અપક્ષ ઉમેદવારી

અલ્કેશ રાવ/બનાસકાંઠા: લોકસભાની ચૂંટણી જાહેરાત થતાની સાથે જ દરેક પક્ષ તેમના ઉમેદવારને લઇને સતત મંથન કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંન્નેની ચિંતાઓ વધારવા માટે સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી અને પ્રખર કાયદાવીદ ડૉ.ચંદ્રાએ અપક્ષ લડવાની કરી જાહેરાત કરી છે. 

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સુપ્રીમકોર્ટના મહિલા વકીલ ડૉ.ચંદ્રા રાજન અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા જ ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વઘારો થઇ શકે છે. ડો. ચંદ્રા રાજન મહિલાના મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત પણ કરી દીધી છે.

બનાસકાંઠા જિલ્લાઓના પ્રાથમિક મુદ્દાઓ અને સ્થાનિક મહિલાઓના મુદ્દાઓને લઇને ચૂંટણી લડશે ત્યારે મહત્વનું છે, કે ડો. ચંદ્રા રાજન મહિલાઓના મતદારોના ઘરે જઇને ચૂંટણી કેમ્પેઇનની શરૂઆત કરી દીધી છે. ભાજપ અને પીએમ મોદીની નીતિઓ સામે વિરોધ હેતુ ઉમેદવારીની કરી જાહેરાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news