અમદાવાદમાં ઉલટી ગંગા, સ્કૂલના પ્રોપ્રાઈટરના બિભત્સ ફોટા મહિલાએ કર્યા વાયરલ

દીપિકા પર આરોપ છે કે તેને પોતાના સ્કૂલના પ્રોપ્રાઈટર સંકેત ઠક્કરના અન્ય સ્ત્રી સાથેના અંગત ફોટા કોમ્યુટર માંથી લઈને વાયરલ કરવાના

અમદાવાદમાં ઉલટી ગંગા, સ્કૂલના પ્રોપ્રાઈટરના બિભત્સ ફોટા મહિલાએ કર્યા વાયરલ

જાવેદ સૈયદ/ અમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે સાઇબર ક્રાઇમની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં સાઇબર ક્રાઇમની વધુ એક ઘટના સામે આવી છે. પરંતુ આ ઘટનામાં પુરૂષની જગ્યાએ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદની એક સ્કૂલની મહિલા પ્રિન્સિપલને ફેસબુકમાં ફેક પ્રોફાઇલ બનાવી શાળા સંચાલકના ફોટા વાયરલ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જાણો શું છે સમગ્ર મામલો...

મહિલા પોલીસની પકડમાં મોઢે બુરખા બાંધી ઉભેલી આ મહિલાનું નામ દીપિકા છે. આમ તો દીપિકાનો રોલ પ્રિન્સિપલ તરીકેનો હતો પરંતુ પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ કે તેને આરોપી બનવાનો વારો આવી ગયો છે. દીપિકા પર આરોપ છે કે તેને પોતાના સ્કૂલના પ્રોપ્રાઈટર સંકેત ઠક્કરના અન્ય સ્ત્રી સાથેના અંગત ફોટા કોમ્યુટર માંથી લઈને વાયરલ કરવાના.

ઘટના કંઈક એમ છે કે, ફરિયાદીના બાળકને દીપિકા ટ્યુશન ભણવા આવતી હતી. ત્યારબાદ ફરિયાદી સંકેતએ કલોલમાં પોતાની સ્કૂલ ખોલી જેમાં દીપિકાને પ્રિન્સિપાલ તરીકે ફરજ પર રાખી હતી. ફરિયાદી અને આરોપીના પ્રેમ સંબંધ હતા. જેથી તેને પોતાના પતિને પણ છૂટાછેડા આપી દીધા હતા. ગળાડૂબ પ્રેમમાં પડેલ દીપિકાને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેને પોતાના પ્રેમીના બીભત્સ ફોટા અન્ય સ્ત્રી સાથે જોયા.

જેથી તેને બદલો લેવાનો વિચાર્યો અને કોમ્યુટરમાંથી ફોટા પાડીને સંકેત અને તેની પત્ની તેમજ ફોટોમાં રહેલી પ્રેમિકાને મોકલી દીધા. સાથોસાથ ફેસબુકમાં ખોટી આઈડી બનાવીને પણ વાયરલ કર્યા. નોંધનીય છે કે, આ કિસ્સામાં દીપિકાને રોવાનો વારો આવ્યો છે. કેમ કે દીપિકા હવે ના ઘરની રહી ન ઘાટની રહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news