VIDEO: જુનાગઢ સિવિલમાં યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સ્ટાફે જીવ જોખમમાં મૂકી બચાવી
જુનાગઢની સિવિલ હોસ્પિટલનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. પરંતુ હોસ્પિટલના સ્ટાફે પોતાના જીવ જોખમમાં મૂકીને તે યુવતીને બચાવી લીધી.
Trending Photos
હનીફ ખોખર, જુનાગઢ: જુનાગઢની સિવિલ હોસ્પિટલનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી. પરંતુ હોસ્પિટલના સ્ટાફે પોતાના જીવ જોખમમાં મૂકીને તે યુવતીને બચાવી લીધી.
મળતી માહિતી મુજબ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક યુવતી આત્મહત્યા કરવાના ઈરાદે આઠમાં માળે પહોંચી ગઈ હતી. આઠમા માળે પહોંચેલી આ યુવતી બરાબર છલાંગ મારવાની તૈયારી જ કરતી હતી અને હોસ્પિટલનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો. સમયસુચકતા વાપરીને પોતાનો જીવ જોખમમાં મૂકીને હોસ્પિટલના સ્ટાફના માણસોએ આ યુવતીનો જીવ બચાવ્યો.
આત્મહત્યાનો પ્રયાસ કરનારી આ યુવતીની માનસિક હાલત ઠીક ન હોવાનું જાણવા મળ્યું છે. યુવતી માનસિક રીતે બીમાર હોવાના કારણે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે