બળાત્કારના આરોપીને ધમકી આપી મહિલા PSIએ રૂપિયા 35 લાખ પડાવ્યા

આ મહિલા પીએસઆઈનું નામ શ્વેતા એસ જાડેજા છે. જેઓ 2017ની બેન્ચમાં પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. મહિલા PSI શ્વેતા જાડેજા છેલા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા.

બળાત્કારના આરોપીને ધમકી આપી મહિલા PSIએ રૂપિયા 35 લાખ પડાવ્યા

ઉદય રંજન/અમદાવાદઃ અમદાવાદમાં મહિલા ક્રાઇમ બ્રાન્ચના એક મહિલા પીએસઆઈએ બળાત્કારના કેસમાં આરોપી પાસેથી કટકે-કટકે  35 લાખ રૂપિયા પડાવી લીધાનો મામલો સામે આવ્યો છે. હવે આ મહિલા પીએસઆઈ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ગુજરાત પોલીસ વિભાગમાં ચર્ચા ચકડોળે ચડી છે.

આ મહિલા પીએસઆઈનું નામ શ્વેતા એસ જાડેજા છે. જેઓ 2017ની બેન્ચમાં પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. મહિલા PSI શ્વેતા જાડેજા છેલા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સમય દરમિયાન જાન્યુઆરીમાં મહિલા PSI શ્વેતા જાડેજાને એક કેસની તપાસ સોંપવામા આવી હતી. આ એક બળાત્કારનો કેસ હતો. આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહિ પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસની ફરી તપાસ મહિલા PSI શ્વેતા જાડેજાને સોંપવામાં આવી હતી.

બે-બે બળાત્કાર કેસની તપાસના આરોપીને મહિલા PSI શ્વેતા જાડેજાએ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને કાયદકીય ધાકધમકી આપી હતી. તેને જેલમાં નાખી દેવાની પણ ધમકી મહિલા પીએસઆઈ દ્વારા આપવામાં આવી હતી. જો પાસા ન કરાવવા હોય તો પહેલા 20 લાખની માંગણી કરી જેમાં ફરિયાદી સહમત થઇ જતા બળાત્કાર કેસના આરોપીએ મહિલા PSIના કહેવાથી 20 લાખ રૂપિયા જયુભાના નામના શખ્સને જામજોધપુર ખાતે આંગળિયું કર્યું હતું. ત્યાર બાદ ફરીવાર બળાત્કાર કેસના આપીને મહિલા PSI બોલાવીને ધમકી આપી અને ફરી વખત પાસા નહિ કરવા માટે  15 લાખની માંગણી કરી હતી. બીજી વાર પણ બળાત્કાર કેસના આરોપીએ ચેક અને આંગડિયા મારફતે પૈસા ચૂકવ્યા હતા.

અનલૉક-2માં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મુસાફરી કરવા માગતા લોકો માટે મહત્વના સમાચાર, વાંચો  

આ આખી ઘટના થયા બાદ બળાત્કાર કેસના આરોપીએ મોટા અધિકારીની ભલામણ કરીને મહિલા PSI શ્વેતા જાડેજા સામે ક્રાઇમ બ્રાંચમાં પ્રાથમિક અરજી કરી હતી. જે આધારે ક્રાઇમ બ્રાંચે ગુરુવારે ફરિયાદ નોંધી તપાસ અમદાવાદ SOGને સોંપવામાં આવી હતી. હાલ એસઓસીએ મહિલા પીએસઆઈ શ્વેતાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news