ડિવોર્સ પછી પણ પતિ-પત્નીએ છુપાઈ-છુપાઈને કર્યા જલસા, પછી એવુ થયુ કે આખા પરિવારે થૂં થૂં કર્યું

Woman Pregnant After Divorce : છૂટાછેડા બાદ પણ મહિલા પૂર્વ પતિને મળતી હતી, બંને વચ્ચે અવારનવાર શારીરિક સંબંધો બંધાતા હતા

ડિવોર્સ પછી પણ પતિ-પત્નીએ છુપાઈ-છુપાઈને કર્યા જલસા, પછી એવુ થયુ કે આખા પરિવારે થૂં થૂં કર્યું

Relationship : ડિવોર્સ લીધા બાદ પતિ પત્ની અલગ થઈ જતા હોય છે. તેઓ એકબીજાથી સંબંધ રાખતા નથી. પરંતુ વડોદરાની અભયમની ટીમ પાસે એક એવો કિસ્સા આવ્યો કે, ટીમ પણ ચોંકી ઉઠી હતી. ડિવોર્સના 10 વર્ષ બાદ પણ પતિ પત્નીએ રંગરેલીયા મનાવ્યા હતા. પરિણામ એ આવ્યું કે, મહિલા પૂર્વ પતિથી પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. આ વાતની જાણ તેણે પૂર્વ પતિને કરતા તેણે સંતાનની જવાબદારી સ્વીકારવાની ના પાડી હતી. આખરે આ મામલો અભયમની ટીમ પાસે પહોંચ્યો હતો. 

વડોદરાની એક મહિલાએ 181 અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલાએ રજૂઆત કાઉન્સિલરની ટીમ સામે રજૂઆત કરી કે, તેણે 10 વર્ષ પહેલા તેના પતિથી છૂટાછેડા લીધા હતા. બંને નીતિ નિયમોથી અલગ થઈ ગયા હતા. બંનેને સંતાન ન થતુ હોવાથી તેઓએ ડિવોર્સ લઈને અલગ અલગ રસ્તે જવાનું પસંદ કર્યુ હતું. છૂટાછેડા બાદથી મહિલા તેના પતિથી અલગ રહેતી હતી.

પરંતુ આ બાદ પણ મહિલા તેના પૂર્વ પત્ની મળતી હતી. બંને વચ્ચે અવારનવાર શારીરિક સંબંધો બંધાતા હતા. આ દરમિયાન મહિલાને જાણ થઈ કે તે પ્રેગનેન્ટ છે, તેથી તેણે પૂર્વ પતિને આ વિશે જાણ કરી હતી. પરંતુ પૂર્વ પતિએ આ સંતાન તેનુ ન હોવાનુ જણાવ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આખરે મામલો અભયમમાં પહોંચ્યો હતો. 

પૂર્વ પતિએ જણાવ્યું કે, અમારા છૂટાછેડા થઈ ગયા છે. તેથી જો તેની પત્નીને સંતાન રહેતુ હોય તો તે તેની જવાબદારી નથી રહેતી. આમ, પૂર્વ પતિએ બાળકની જવાબદારી ઉપાડવા સ્પષ્ટ ના પાડી હતી. 

સમગ્ર મામલે બંનેના પરિવારજનો સુધી પહોંચ્યો હતો. જ્યાં પરિવારના સભ્યોએ પણ સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમાધાન થઈ શક્યુ ન હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news