પ્રજાસત્તાક દિનની પરેડમાં સ્ટંટ કરતા બાઈક પરથી પટકાયા મહિલા કર્મચારી, જુઓ Video

Republic Day 2023 Parade : રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમયે આયોજિત પરેડમાં અકસ્માતનો બનાવ બન્યો
 

પ્રજાસત્તાક દિનની પરેડમાં સ્ટંટ કરતા બાઈક પરથી પટકાયા મહિલા કર્મચારી, જુઓ Video

Republic Day 2023 ગૌરવ દવે/રાજકોટ : આજે દેશભરમા આન બાન શાનથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. તો ગુજરાતમાં પણ શાનથી ઉજવણી કરાઈ રહી છે. ત્યારે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે એક ઘટના બની હતી. રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં મહિલા પોલીસ બાઇક પરથી નીચે પટકાયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમયે આયોજિત પરેડમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. મહિલા પોલીસ દ્વારા બાઇક પર વિવિધ કરતબ બતાવવામાં આવ્યા હતા. ત્યારે સ્ટંટ દરમિયાન દુર્ઘટના બની હતી. એક મહિલા પોલીસ કર્મચારી સ્ટંટ દરમિયાન મોટર સાયકલ પરથી પટકાયા હતા. સ્ટંટ દરમિયાન બાઈક સ્લીપ થયું હતું, જેથી મહિલા કર્મચારી નીચે પટકાયા હતા. તેમને સામાન્ય ઇજા પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 26, 2023

આ પણ વાંચો : 

કોમી એકતાના પ્રતિક સમા ઉપલા દાતારમાં રાષ્ટ્ર ધ્વજ ફરાકાવાયો
જૂનાગઢના ઉપલા દાતારની જગ્યા ખાતે પ્રજાસતાક દિનની ઉજવણી કરવામા આવી હતી. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે જગ્યાના મહંત ભીમ બાપુ એ રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી. ધ્વજવંદનનો કાર્યક્રમમાં સેવક ગણ સહીત દર્શને પધારેલા ભાવિકો જોડાયા હતા. જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજે 26 જાન્યુઆરી દેશ ગણતંત્રના દિવસે મહંત ભીમ બાપુ દ્વારા રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્ર ધ્વજ ને ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાતારના દર્શને પધારેલા ભાવિકો અને વિદ્યાર્થીઓ  આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા દાતારના ડુંગરની આટલી ઊંચાઈ ઉપર પ્રતિ વર્ષ દેશના પ્રજાસત્તાક દિનની પુરા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે, જેમાં પૂજ્ય ભીમ બાપુએ દેશની અખંડિતતા અને એકતા બની રહે તેવી દાતાર બાપુને પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો : 

શંકર ચૌધરીના હસ્તે ધ્વજ વંદન
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રાજ્ય કક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની ભગવતસિંહજી હાઇસ્કુલ ખાતે ઉજવણી કરાઈ હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધ્વજવંદન સાથે પરેડ, માર્ચ, ટેબ્લો પ્રદર્શન, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, હર્ષ ધ્વનિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ કામગીરી કરનારાનું સન્માન તેમજ વૃક્ષારોપણ અને કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, લીલા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news