MLAની લાત ખાનાર મહિલાને મળી ધમકી, ‘જો બલરામ થવાણીની ખુરશીને કંઈ થયુ તો...
અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીએ મહિલાને લાત માર્યા બાદ સમાધાન કરી લીધું હતું. આ ઘટનાની પીડિત મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. નોંધનીય છે કે, બલરામ થવાણીએ માર માર્યા બાદ મહિલા પાસે રાખડી બંધાવી હતી હાલ તેને મારી નાખવાની ધમકી મળી રહી છે.
Trending Photos
અમદાવાદ :અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થવાણીએ મહિલાને લાત માર્યા બાદ સમાધાન કરી લીધું હતું. આ ઘટનાની પીડિત મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. નોંધનીય છે કે, બલગામ થવાણીએ માર માર્યા બાદ મહિલા પાસે રાખડી બંધાવી હતી હાલ તેને મારી નાખવાની ધમકી મળી રહી છે.
અજાણ્યા શખ્સે આપી ધમકી
સરદારનગર વિસ્તારમાં રહેતા નીતુ તેજવાની ચાર દિવસ પહેલા નરોડા વિસ્તારમાં રહેતા ધારાસભ્ય બલરામ થવાણીના ઘરે પાણીની સમસ્યા લઈને ગયા હતા. જેમાં ધારાસભ્ય મર્યાદા ભૂલીને જાહેરમાં નીતુબેનને લાતો મારી હતી. આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ જતા ચારેતરફ ધારાસભ્યની નિંદા થઈ હતી અને તેમને તેમણે મહિલાની માફી માંગીને તેના હાથે રાખડી બંધાવી હતી. ત્યારે સમાધાનના નામે માત્ર નાટક થયા હોય તેવી ચર્ચા થઈ હતી. ત્યારે ઘટનાના ત્રણ દિવસ બાદ નીતુબેનના ઘરે જઈને એક શખ્સે ધમકી આપી છે. આ શખ્સે ધમકી આપતા કહ્યું કે, જો બલરામ થવાણીની ખુરશીને કંઈ થયુ તો તમારા ઘરને ઉડાવી દઈશું.
ભાજપની નોટિસનો બલરામ થવાણીએ આપ્યો જવાબ
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીના મારપીટ કાંડ બાદ પ્રદેશ ભાજપે આપેલી નોટિસનો સમયપૂર્ણ થતા પહેલા ધારાસભ્યએ સીલબંધ કવરમાં જવાબ મોકલ્યો છે. જો કે આ મામલે પ્રદેશ ભાજપ કે ધારાસભ્ય સત્તાવાર રીતે બોલવા તૈયાર નથી. સૂત્રોનું માનીએ તો ધારાસભ્ય બલરામ થવાણીએ સમગ્ર ધટનાક્રમના ઉલ્લેખ સાથે પોતાનો બચાવ રજૂ કર્યો છે. પોતે કંઇ ખોટું ન કર્યું હોવાની વાત ધારાસભ્યએ પત્રમાં લખી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે આપેલી 3 દિવસની શો-કોઝ નોટિસના જબમાં ધારાસભ્ય બલરામ થવાણીએ પોતાની સ્પષ્ટતા સાથેનો જવાબ રજૂ કર્યો છે. જેમાં સમગ્ર ઘટનાક્રમને ઉલ્લેખીને માફીનામાની પણ વાત કરી છે. ધારાસભ્યના આ પત્ર બાદ પ્રદેશ ભાજપ પોતાનો નિર્ણય આગામી 2 દિવસમાં લેશે. જેમાં ધારાસભ્યને ક્લીન ચીટ આપવી કે કોઇ પગલાં ભરવા તે અંગે નિર્ણય લેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે