બનાસકાંઠાના વડગામમાં સ્વાઇન ફ્લૂથી એક મહિલાનું મોત, આરોગ્ય વિભાગ થયું સતર્ક

વડગામના કોદરામ ગામની મહિલાનું સ્વાઇન ફ્લૂ જેવી ગંભીર બિમારીને કારણે મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.
 

બનાસકાંઠાના વડગામમાં સ્વાઇન ફ્લૂથી એક મહિલાનું મોત, આરોગ્ય વિભાગ થયું સતર્ક

અલ્કેશ રાવ/બનાસકાંઠા: જિલ્લામાં વડગામના કોદરામ ગામની મહિલાનું સ્વાઇન ફ્લૂ જેવી ગંભીર બિમારીને કારણે મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. મહિલાને સ્વાઈનફલૂ પોઝીટીવ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ સિવિલમાં ગીતાબેન રાણા નામની મહિલાનું સરવાર દરમિયાન મોત થયું છે. મહિલાને મૃતદેહને તેના વતન કોદરામ ખાતે લવાયો છે. 

રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી મોતનો આંકડો વધતા તંત્ર દોડતું થયું
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વઘારો નોધાતા આરોગ્ય વિભાગનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને વધતા સ્વાઈન ફલૂના પોઝીટીવ કેસોને લઇને આરોગ્ય વિભાગ દ્વારા તેને રોકવાનો તંત્ર દ્વારા પુરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news