ટેસ્ટિંગ કીટ વગર બનશે 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' ! બેડ નથી તો નીચે પથારી પાથરો પણ કોવિડ સેન્ટર શરૂ કરો

રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, જે કીટ 40 રૂપિયાની આવતી હતી તેનો ભાવ અત્યારે 250 રૂપિયા થઈ ગયો છે. જેથી આડેધડ ટેસ્ટિંગ નહિ પણ સર્વે કરી જરૂર જણાય તો જ ટેસ્ટ કરવામાં આવશે. 

ટેસ્ટિંગ કીટ વગર બનશે 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' ! બેડ નથી તો નીચે પથારી પાથરો પણ કોવિડ સેન્ટર શરૂ કરો

ગૌરવ દવે/રાજકોટ : રાજ્ય સરકારે (State Government) 1 મે ગુજરાત (Gujarat) સ્થાપના દિવસે ગુજરાતના ગામડાઓને કોરોના મુક્ત કરવા 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' (Maru Gam Koronamukt Gam) અભિયાન શરૂ કર્યું છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટિંગ કીટ ઘણા સમયથી ન હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, જે કીટ 40 રૂપિયાની આવતી હતી તેનો ભાવ અત્યારે 250 રૂપિયા થઈ ગયો છે. જેથી આડેધડ ટેસ્ટિંગ નહિ પણ સર્વે કરી જરૂર જણાય તો જ ટેસ્ટ કરવામાં આવશે. 

રાજકોટ (Rajkot) જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યા બાદ રાજ્ય સરકારે સુંકાન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (Jayesh Radadiya) ને સોંપી છે. મંત્રી જયેશભાઈએ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કોરોનાની સમીક્ષા બેઠક પણ કરી હતી. જેમાં જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.'મારૂ ગામ, કોરોના મુક્ત ગામ' માટે ભાજપે સંગઠનની તાકાત લગાવી છે અને સરપંચ સુધીના લોકોને કામે લાગી જવા ફરમાન કર્યું છે. 

રાજકોટ (Rajkot) ના 11 તાલુકાના 54 PHC અને 12 CHC કેન્દ્રો પર દવા, ટેસ્ટિંગ, ઓક્સિજન (Oxyegen)સહિતની સુવિધાની સમીક્ષા કરાઈ. ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન પર વધુ ભાર મૂકવામાં આવશે. વીંછીયા તાલુકામાં વેકસીન અને ટેસ્ટિંગ ઓછા જોવા મળ્યુ. સમીક્ષામાં જ્યાં વેકસીન વધુ થયું હતું ત્યાં કોરોનાના કેસ અને મૃત્યુદર ઓછો જોવા મળ્યો હતો. સમીક્ષા બેઠકમાં પણ ટેસ્ટિંગ કીટની ફરિયાદ ઉઠી હતી.

બેડ નથી તો નીચે પથારી પાથરો પણ કોવિડ સેન્ટર શરૂ કરો
કોરોના (Coronavirus) ના કેસ કંટ્રોલમાં કરવા તંત્રને ઊંધે માથે કામે લગાડવામાં આવ્યું છે. વીંછીયાના પીપરડી ખાતે જ્ઞાન મંદિર વિદ્યાલય ખાતે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ખુલ્લું મૂક્યું હતું. અહીં દર્દીઓને સુવડાવવા બેડની વ્યવસ્થા ન હોવાથી તંત્ર દ્વારા પથારી જમીન પર જ પાથરી દેવામાં આવી હતી. અને મંત્રી રાજીખુશી થી કોવિડ સેન્ટર શરૂ કરાવી ભાષણ આપી જતા રહ્યા હતા. આજ વસ્તુ બતાવે છે કે, તંત્ર પર કેટલી હદે દબાણ છે કે કોઈ પણ ભોગે કોવિડ કેર શરૂ કરો.

કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સરપંચો નથી તૈયાર
તંત્ર ઊંધે માથે કામે લાગી ગયું. ગામડા ખૂંદી ખૂંદીને હવે કોવિડ કેર સેન્ટર (Covid Care Center) માં સુવિધાઓ શરૂ કરવા તંત્ર મથામણ કરી રહ્યું છે. જ્યારે જરૂર હતી ત્યારે લોકો બેડ માટે આજીજી કરતા હતા. પણ હવે કોરોનાના કેસ ઘટ્યા ત્યારે બેડ વધારવા અને કોવિડ સેન્ટરો શરૂ કરવા દોડી રહ્યા છે. ગામડામાં લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા હતા ત્યારે ઓક્સિજન અને રેમડેસિવિર પણ ગામડે પહોંચાડવામાં તંત્ર ઉણું ઉતાર્યું હતું. 

ઉપલેટ (Upleta) અને ધોરાજી (Dhoraji) તાલુકાના સરપંચોએ તો જિલ્લા વિકાસ અધિકારીને દાતા નથી કોવિડ કેર સેન્ટર કેમ ચાલુ કરવું અને પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં શિક્ષકો ના પાડી રહ્યા છે તેવા જવાબો આપ્યા હતા. જ્યારે ઉપલેટા તાલુકાના 10 સરપંચોએ સુવિધા આપો તેવો જિલ્લા વિકાસ અધિકારીને મોં પર જ કહી દીધું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news