આજે બની રહ્યો છે અત્યંત ઘાતક યોગ, પણ આ 3 રાશિવાળાને સફળતાના શિખરે બેસાડશે! જાણો કોણે રહેવું પડશે સાવધાન

જ્યોતિષમાં ગુરુ અને બુધ આ બંને ગ્રહોનું એક આગવું મહત્વ છે. જે એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. વૈદિક પંચાગ ગણતરીઓ મુજબ 16 જાન્યુઆરી 2025 એટલે કે આજના દિવસે ગુરુવારે સાંજે 6.19 કલાકે ધન અને જ્ઞાનના સ્વામી ગુરુ અને વાણી વેપારના દાતા બુધ ગ્રહ ષડાષ્ટક યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગ કોના પર શુભ અને કોના પર અશુભ પ્રભાવ પાડશે તે ખાસ જાણો. 

ક્યારે થાય છે ષડાષ્ટક યોગનું નિર્માણ

1/8
image

સામાન્ય રીતે આ યોગ મહા વિનાશકારી યોગ ગણાય છે. પરંતુ આ શુભ ગ્રહોના એક બીજાથી 150 ડિગ્રીનું અંતર હોવાથી નવા વર્ષે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે બે ગ્રહો 150 ડિગ્રીના અંતરે હોય કે પછી એક બીજાથી 6ઠ્ઠા કે 8માં સ્થાને હોય તો ષડાષ્ટક યોગ બને છે. આ યોગ ખુબ કષ્ટકારી હોય છે. આ ઉપરાંત ષડાષ્ટક યોગનો પ્રભાવ વ્યક્તિની આર્થિક સ્થિતિ, કરિયર, સ્વાસ્થ્ય અને લવ લાઈફ વગેરે પર પડે છે. જો કે બુધ-ગુરુના ષડાષ્ટક યોગને જ્યોતિષમાં વિશેષ મહત્વ મળેલું છે. ક્યારેક તે સકારાત્મક અસરો પણ પાડે છે. કારણ કે તે જાતકની બુદ્ધિમત્તા, શિક્ષણ, નિર્ણય ક્ષમતા અને ધન સંપત્તિ પર પ્રભાવ પાડે છે. બુધ અને ગુરુ બંને ગ્રહો જ્ઞાન, બુદ્ધિ અને વિચાર સંબંધિત છે. પરંતુ તેમની ષડાષ્ટક સ્થિતિથી કેટલાક  પડકારો આવે છે. આ યોગ શિખવાડે છે કે યોગ્ય દિશામાં મહેનત અને ધૈર્યથી જીવનના દરેક પડકારોને અવસરમાં ફેરવી શકાય છે. બુધ અને ગુરુના ષડાષ્ટક યોગ દરેક રાશિ પર અલગ અલગ પ્રભાવ પાડે છે. 3 રાશિઓને ખુબ જ સકારાત્મક અસર થવાના યોગ જોવા મળી રહ્યા છે. જ્યારે કેટલીક રાશિઓએ સાવધાન રહેવાની પણ જરૂર છે. તો જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ અને કોણે સતર્ક રહેવાની છે જરૂર....

મિથુન રાશિ

2/8
image

બુધ મિથુન રાશિનો સ્વામી છે. આ રાશિ પર ગુરુની પણ કૃપા રહેશે. ષડાષ્ટક યોગથી આ રાશિના લોકોને સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને ઉચ્ચ શિક્ષણ અને રચનાત્મક ક્ષત્રોમાં સફળતા મળી શકે છે. આ યોગ તેમની બુદ્ધિમત્તા અને તર્કશક્તિને તેજ કરશે. શોધ, લેખન, અને સંવાદ કૌશલમાં નિપુણતા મળશે. કરિયરમાં નવી ઊંચાઈ સ્પર્શવાની તક મળશે. 

ધનુ રાશિ

3/8
image

ધનુ રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે અને બુધની સાથે ષડાષ્ટક યોગ આ રાશિના જાતકોને વિશેષ લાભ આપી શકે છે. આ રાશિના જાતકોને આ યોગના પ્રભાવથી ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ વધશે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને વિદેશમાં અભ્યાસની તકો મળી શકે છે. દર્શન, અધ્યાપન અને કાનૂની ક્ષેત્રોમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. કરિયરમાં નવી યોજનાઓ શરૂ થવાની શક્યતા છે અને ઉન્નતિની તકો મળી શકે છે. ધનનો પ્રભાવ સારો રહેશે. જૂની આર્થિક સમસ્યાઓ દૂર થશે. રોકાણ સંબંધિત મામલાઓમાં સફળતા મળી શકે છે. આ યોજના જાતકોને કૌટુંબિક સંબંધોમાં સ્થિરતા અને સામંજસ્ય વધશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે અને લોકો તમારી સલાહને મહત્વ આપશે. 

કન્યા રાશિ

4/8
image

બુધ કન્યા રાશિના સ્વામી છે. ગુરુની સાથે આ યોગ કન્યા રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થવાના યોગ દર્શાવે છે. કન્યા રાશિના જાતકો આ યોગના પ્રભાવથી ગણિત, વિજ્ઞાન અને શોધ જેવા ક્ષત્રોમાં સારું પ્રદર્શન કરી શકે છે. તેમની વિશ્લેષણાત્મક સોચ અને યોજનાબદ્ધ રીતે કામ કરવાની ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રમાં પ્રભાવશાળી નિર્ણય લેવાની ક્ષમતાના કારણે ઉન્નતિ થઈ શકે છે. વ્યવસાયિક યોજનાઓ અને ભાગીદારીઓથી લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થવાના યોગ છે. જાતકોને સાવધાનીપૂર્વક કરાયેલા રોકાણથી લાભ મળવાની શક્યતા છે. કૌટુંબિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. મિત્રો અને સહકર્મીઓ સાથે સંબંધ મધુર થશે. 

મેષ રાશિ

5/8
image

મેષ રાશિના જાતકો પર ગુરુ અને બુધના ષડાષ્ટક યોગનો અશુભ પ્રભાવ પડશે. લવ લાઈફમાં નકારાત્મક ફેરફાર આવી શકે છે. જેના કારણે સંબંધોમાં તિરાડ પડવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને રચનાત્મક ક્ષેત્રોમાં સફળતા મળવામાં તકલીફ પડશે. જેના કારણે મન પરેશાન રહેશે. લેખન, રિસર્ચ, હેલ્થ સંબંધિત ક્ષેત્રોમાં નોકરી કરતા લોકોએ થોડા સમય માટે પૈસાની કમીનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમેનની તર્કશક્તિમાં કમી જોવા મળી શકે છે.   

કુંભ રાશિ

6/8
image

ષડાષ્ટક યોગથી કુંભ રાશિના જાતકોને પરેશાનીઓ વધી શકે છે. યુવાઓનું મન ખોટી ચીજો તરફ આકર્ષિત થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં વિવિધ પડકારોનો સામનો કરવો પડી શકે છે. જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે તેમણે નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. બિઝનેસમેન કાનૂની મામલાઓમાં ફસાઈ શકે છે. ઉમરલાયક જાતકોને પેટ સંબધિત કોઈ રોગ થઈ શકે છે. 

મીન રાશિ

7/8
image

મીન રાશિ ઉપર પણ આ યોગની અશુભ અસર જોવા મળી શકે છે. સોલમેટ સાથે ખટપટ થવાના કારણે મન થોડું પરેશાન રહેશે. નવી યોજનાઓ પર કામ કરવા માટે આ સમય વેપારીઓ માટે યોગ્ય નહીં રહે. ગત વર્ષે કોઈ મોટી જગ્યાએ રોકાણ કર્યું હશે તો તેમાંથી સારું રિટર્ન મળવાના વાંધા રહેશે. જે લોકોની ઉંમર 60થી વધુ હશે તેમને સ્વાસ્થ્ય સમસ્યા આવી શકે છે.   

Disclaimer:

8/8
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.