Stocks To Buy: Anil Singhviએ આજે ​​ટ્રેડર્સ માટે પસંદ કર્યા આ 3 સ્ટોક, જાણો ટાર્ગેટ સહિતની સંપૂર્ણ વિગતો

Stocks To Buy: માર્કેટમાં સારી રિકવરી જોવા મળી રહી છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ વેપારીઓને આજે આ શેર ખરીદવાની સલાહ આપી છે. જાણો તેમના કયા ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યા છે. શેર બજારમાં છેલ્લા થોડાક સપ્તાહથી વેચવાલી અને ખરીદી જોવા મળી રહી છે માર્કેટ સ્થિર થવાના પ્રયત્ન કરી રહ્યું છે.
 

1/5
image

Stocks To Buy: શેરબજારમાં આજે પણ સારી રિકવરી જોવા મળી રહી છે. નિફ્ટી 100થી વધુ પોઈન્ટ ઉછળીને 23300ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આજે રિલાયન્સ, ઈન્ફોસિસ અને એક્સિસ બેંક જેવી મોટી કંપનીઓના પરિણામ આવશે. મજબૂત પરિણામો સેંટિમેંટને મજબૂત બનાવશે. આ રિકવરી માર્કેટમાં માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ વેપારીઓને આજે ઇન્ડસ ટાવર, ટીવીએસ મોટર અને પેટીએમ ખરીદવાની સલાહ આપી છે. જાણો તેમના માટે કયા ટાર્ગેટ આપવામાં આવ્યા છે.  

2/5
image

ઇન્ડસ ટાવર ફ્યુચર્સ માટે સ્ટોપલોસ 340 રૂપિયા રાખવામાં આવશે. આ માટે પહેલો ટાર્ગેટ રૂપિયા 357, બીજો ટાર્ગેટ રૂપિયા 361 અને ત્રીજો 368 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બજેટ પહેલા ટેલિકોમ શેરો આકર્ષક દેખાઈ રહ્યા છે. તમે આ શેરોમાં રોકાણ કરવાનું પણ વિચારી શકો છો.

3/5
image

TVS મોટર ફ્યુચર્સમાં પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે. 2235 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો પડશે. 2300 રૂપિયાનો પહેલો ટાર્ગેટ અને 2320 રૂપિયાનો બીજો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ટુ-વ્હીલર EV સેગમેન્ટમાં તે નંબર વન બની ગયું છે. માર્કેટ શેરની દ્રષ્ટિએ તેણે હીરો મોટોકોર્પ અને ઓલા ઈલેક્ટ્રીકને પાછળ છોડી દીધા છે.  

4/5
image

Paytm ફ્યુચર્સમાં પણ ખરીદીની સલાહ છે. આ માટે 845 રૂપિયાનો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે. પ્રથમ ટાર્ગેટ 870 રૂપિયા, બીજો 880 રૂપિયા અને ત્રીજો 884 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મિડકેપ કેટેગરીમાં ઊંચા બીટાવાળા શેરોમાં વધુ એક્શન જોવા મળશે. કરેક્શન બાદ આ સ્ટૉક ફરી સારા સ્તરે આવી ગયો છે.

5/5
image

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)