જામનગર: પ્રેમીને પામવા માટે પત્નીએ પતિની 4 લાખમાં સોપારી આપી, CCTV પરથી ભાંડો ફુટ્યો

જોડિયા તાલુકાના બાલચડીના ખીરી રોડ પર ગત 25 મી એ એક પુરુષ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો

જામનગર: પ્રેમીને પામવા માટે પત્નીએ પતિની 4 લાખમાં સોપારી આપી, CCTV પરથી ભાંડો ફુટ્યો

જામનગર: જોડિયા તાલુકાના બાલચડીના ખીરી રોડ પર ગત 25 મી એ એક પુરુષ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જો કે મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. પત્નીએ પ્રેમીને પામવા માટે પતિનું જ કાસળ કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રેમાંધ યુવતીએ પતિની હત્યાનું કાવત્રું ઘડી કાઢ્યું હતું. પ્રેમિકાએ પ્રેમીની સાથે મળી સોપારી આપી પતિનું ખૂન કરાવેલું હતું. જે ખુનના કેસનો પર્દાફાશ ગણતરીના દિવસોમાં જામનગર LCB પોલીસે કર્યો હતો.

હત્યાના કાવતરામાં ખુદ પત્ની જ સંડોવાયેલી સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી મૃતકની સોપારી ચાર લાખમાં આપી હતી. કાલાવડના ત્રણ શખ્સો ચાર લાખની સોપારી લીધા બાદ રાત્રીના સમયે મૃતકને તુફાન ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને બોથડ પદાર્થથી માર મારી તુફાન ગાડી મૃતકના માથા પર ફેરવી હતી. મૃતક વ્યક્તિ કુખ્યાત તાજિયા ગેંગના સાગરીતનો ભાઈ હતો.

ઉલ્લેખનીય છે કે મૃતક હારુન બાવાણીની પત્ની શબાના સુમરાએ જ કેફી પીણું પીવડાવી બેભાન કર્યો હતો. બેભાન થયા બાદમાં ખીરી રોડ પર માર મારી ફેંકી દેવામાં આવ્યો હતો. જામનગર એલસીબી ટીમે સીસીટીવીની મદદથી સમગ્ર કેસ ઉકેલ્યો છે. હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ વધુ રિમાન્ડની માંગણી કરી આગળની તપાસ પૂર્ણ કર્યો બાદ તમામને જેલ હવાલે કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news