મુખ્યમંત્રી પદ મુદ્દે શિવસેના BJP સામે નમતું જોખવા તૈયાર? આદિત્ય ઠાકરેના પોસ્ટરો હટવા લાગ્યા
બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુંબઈમાં ઠાકરે પિરવારના નિવાસ સ્થાન માતોશ્રીની બહારથી એવા પોસ્ટરો હટાવી દીધા છે જેમાં આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરવામાં આવી હતી. બીએમસીમાં શિવસેના સૌથી મોટી પાર્ટી છે અને આવામાં આ પોસ્ટરો હટાવવા એ સરકારની રચનામાં નવો વળાંક આપી શકે છે. નોંધનીય છે કે શિવસેના મુખ્યમંત્રી પદને લઈને મક્કમ છે પરંતુ ભાજપે પણ સ્પષ્ટ કહી દીધુ છે કે દેવેન્દ્ર ફડણવીસ જ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે.
Trending Photos
મુંબઈ: બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુંબઈમાં ઠાકરે પિરવારના નિવાસ સ્થાન માતોશ્રીની બહારથી એવા પોસ્ટરો હટાવી દીધા છે જેમાં આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરવામાં આવી હતી. બીએમસીમાં શિવસેના સૌથી મોટી પાર્ટી છે અને આવામાં આ પોસ્ટરો હટાવવા એ સરકારની રચનામાં નવો વળાંક આપી શકે છે. નોંધનીય છે કે શિવસેના મુખ્યમંત્રી પદને લઈને મક્કમ છે પરંતુ ભાજપે પણ સ્પષ્ટ કહી દીધુ છે કે દેવેન્દ્ર ફડણવીસ જ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે.
Mumbai: Brihanmumbai Municipal Corporation (BMC) removes hoardings outside Matoshree (Thackeray residence) which read 'CM Maharashtra only Aditya Thackeray.' #Maharashtra pic.twitter.com/obRMx60OwO
— ANI (@ANI) October 31, 2019
ગુરુવારે શિવસેનાની વિધાયક દળની બેઠકમાં આદિત્ય ઠાકરેની જગ્યાએ પાર્ટીના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં. વિધાયક દળની બેઠક બાદ શિવસેનાના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત કરી. આ મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ કહ્યું કે સરકાર બનાવવા અંગે છેલ્લો નિર્ણય ઉદ્ધવ ઠાકરે જ લેશે.
જુઓ LIVE TV
નોંધનીય છે કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો પર જીત મળી છે. સરકાર બનાવવા માટે 145 બેઠકોની જરૂર હોય છે. શિવસેના એ વાત પર અડી છે કે ભાજપ 50-50 ફોર્મ્યુલા પર આગળ વધે અને અઢી અઢી વર્ષના સીએમ માટે લેખિતમાં આશ્વાસન આપે. જ્યારે ભાજપે કહ્યું છે કે સૌથી વધુ બેઠકો ભજાપની છે અને શિવસેનાને મુખ્યમંત્રી પદ આપવાનો તો સવાલ જ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે