તમે જોયો બગદાદીના મોતનો વીડિયો? માત્ર 49 સેકન્ડમાં જુઓ સૌથી મોટો પૂરાવો

વિશ્વના સૌથી ખુંખાર આતંકી બગદાદીનો અંત કઈ રીતે થયો? અંતિમ ક્ષણોમાં બગદાદી શું કરી રહ્યો હતો? જુઓ કઈ રીતે અમેરિકાની સેનાએ ઓપરેશનને અંજામ આપ્યો. 
 

તમે જોયો બગદાદીના મોતનો વીડિયો? માત્ર 49 સેકન્ડમાં જુઓ સૌથી મોટો પૂરાવો

વોશિંગટનઃ અમેરિકાની સેનાએ બુધવારે ખાતરી કરતા કહ્યું કે, ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના મુખિયા અબૂ બકર અલ બગદાદીને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સમુદ્રમાં દફનાવી દેવામાં આવ્યો છે. આ સાથે સૈનિકોની રેડ કરતો એક વીડિયો અને કેટલાક ફોટા રિલીઝ કર્યાં છે. 

વીડિયો ફુટેજમાં કેટલાક સૈનિક આઈએસ આતંકવાદી બગદાદીના ઠેકાણા પર રેડ કરવાની તૈયારી કરતા જોવા મળી રહ્યાં છે. ઉત્તરી સીરિયામાં બગદાદીના ઠેકાણા પર રેડ દરમિયાન બ્લેક એન્ડ વાઇટ હવાઈ ફુટેજ દેખાડવામાં આવી છે. 

અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ ચીફ જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ પોતાની સેનાની પ્રશંસા કરતા પૂરા ઓપરેશન વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, તમામ હુમલાખોરો અને બાકી લોકોને કાડ્યા બાદ જ બગદાદીના ઠેકાણા પર બોમ્બવર્ષા કરવાની આવી હતી. 

— U.S. Central Command (@CENTCOM) October 30, 2019

મેકેન્ઝી પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને સમર્થન કરવામાં અસમર્થ જોવા મળ્યાં જેમાં તેમણે કહ્યું હતું કે, બગદાદી પોતાના મોત પહેલાની ક્ષણોમાં ફફડી રહ્યો હતો. 

તેમણે કહ્યું કે, બગદાદીનું શબ, જ્યારે તેણે પોતાને એક સુરંગમાં ઉડાવી લીધો હતો અને બે બાળકોની લાશને સમુદ્રમાં દફનાવી દેવામાં આવી છે. મેકેન્ઝીએ કહ્યું કે, શરૂઆતી રિપોટોમાં કહેવામાં આવ્યું કે, ત્રણ બાળકો છે, પરંતુ બાદમાં વિશ્લેષણમાં બે બાળકો જોવા મળ્યા હતા. બંન્ને 12 વર્ષથી ઓછી ઉંમરના હતા. 

મહત્વનું છે કે, શનિવારે સાંજે અમેરિકાની સેનાએ ઉત્તર પશ્ચિમી સીરિયાના ઇદલિબ પ્રાંતના બારિશા ગામમાં બગદાદીના ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ કાર્યવાહીમાં ઘેરાયા બાદ બગદાદીએ ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news