નવસારીની મુસ્લિમ યુવતીનું મોત હત્યા કે આત્મહત્યા...? લાશ કબરમાંથી બહાર કઢાઈ, આ કિસ્સાથી દેશભરમાં ચર્ચા!
NAVSARI BRIJESH PATEL SHAISTA LOVESTORY: જોકે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોની વાતો વચ્ચે યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસને વેગ આપ્યો છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: પ્રેમિકાને તેના પરિવારજનોએ મોતને ઘાટ ઉતારી કલથાણ કબ્રસ્તાનમાં દફનાવી દીધી હોવાના આક્ષેપ સાથે ખેરગામના પ્રેમીએ રેન્જ આઇજીને લેખિત ફરિયાદ થતા ચકચાર મચી છે. જોકે યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોની વાતો વચ્ચે યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસને વેગ આપ્યો છે.
ખેરગામના નાંધાઈ ગામે રહેતા બ્રિજેશ પટેલને મૂળ ખેરગામની અને હાલ જલાલપોર તાલુકાના અબ્રામા ગામે રહેતી સાહિસ્તા સઈદ શેખ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી વચ્ચે પાંપણ ગરેલો આ પ્રેમ સમાજ સ્વીકારશે કે કેમ એની અવઢવ વચ્ચે ગત ગત 20 એપ્રિલના રોજ સાહિસ્તા બ્રિજેશને મળવા નિકળી હતી.
દરમિયાન સાહિસ્તાના પરિવારજનો તેને શોધતા બ્રિજેશ પાસે પહોંચ્યા હતા. જ્યાંથી સાહિસ્તાને લઈ નવસારી લઈ આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ગત રોજ બ્રિજેશ પટેલ સુરત રેન્જ આઇજીને લેખિત અરજી આપી હતી. જેમાં યુવતીના પરિવારજનોએ તેની હત્યા કરી કલથાણ કબ્રસ્તાનમાં દફન કરી હોવાના આક્ષેપો કર્યા હતા. જેની બીજી તરફ યુવતીના પિતા સઈદ શેખે સાહિસ્તાના મોત મુદ્દે તેણે આત્મહત્યા કરી હોવાનો ભીની આંખે ખુલાસો કર્યો હતો. જેમાં સાહિસ્તા બ્રીજેશે તેને અપનાવવાની ના પાડતા હતા. હતી. પાછી ક્યાંક જતી ન રહે એટલે એકલી મૂકતા ન હતા.
પરંતુ ગત 21 એપ્રિલની સવારે માતા ઘરકામ કરવા ગયા ત્યારે સાહિસ્તા એ તબિયત સારી ન હોવાનું જણાવી ઘરે જ રહેવાનું કહ્યુ હતુ. પરંતુ માતા દોઢ કલાક બાદ ઘરે પહોંચ્યા તો સાહિસ્તાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જેની સાથે સાહીસ્તા દ્વારા મોતને વહાલું કરવા પૂર્વે લખેલી એક પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં માતા પિતાની માફી માંગવા સાથે બ્રીજેશે તેને હાલમાં અપનાવી ન શકે, કારણ એની પાસે તેને રાખવાની સક્ષમતા ન હોવાની વાત લખી છે. સાથે જ મોત બાદ બ્રિજેશને બોલાવી એનું મોં બતાવવાની અંતિમ ઈચ્છા પણ દર્શાવી હતી.
પ્રેમી બ્રિજેશ પટેલના આક્ષેપો અને પિતા સઈદ શેખની વાતો વિરોધાભાસી હોવાથી હાલ તો નવસારી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. સાથે જ નવસારી કોર્ટમાંથી મૃતક સાહિસ્તાના મૃતદેહને કલથાણ ગામના કબ્રસ્તાનની કબરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે