તમારુ બાળક વ્હાઇટનરનો વધારે ઉપયોગ કરતો હોય તો સાવધાન ! કિસ્સો જાણી ચોંકી ઉઠશો

નશાના રવાડે ચઢેલા લોકો કેટલી નિમ્ન કક્ષાનો નશો કરતા થયા છે તેનો અજુગતો કિસ્સો બાપુનગર બન્યાનું  સામે આવ્યું છે

તમારુ બાળક વ્હાઇટનરનો વધારે ઉપયોગ કરતો હોય તો સાવધાન ! કિસ્સો જાણી ચોંકી ઉઠશો

મૌલિક ધામેચા/અમદાવાદ : નશાના રવાડે ચઢેલા લોકો કેટલી નિમ્ન કક્ષાનો નશો કરતા થયા છે તેનો અજુગતો કિસ્સો બાપુનગર બન્યાનું  સામે આવ્યું છે. ૧૬ વર્ષીય કિશોર વાઈટનરનો ઉપયોગ નશા તરીકે કરતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઉપરાંત બેરોકટોક વાઈટનર વેચતા દુકાનદાર સામે કિશોરના પિતાએ ફરિયાદ કરતા બાપુનગર પોલીસે દુકાનદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ જુગાર અને ગાંજો ચરસ જેવી બદીઓ દુર થાય તે માટે સરકાર અને પોલીસ ઘણા પ્રયત્નો કરી રહી છે. પરંતુ નશાના રવાડે ચડેલા લોકો સસ્તી અને રોજિંદી જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પણ નશાના ઉપયોગ માટે લેતા થયા છે. આવો જ કિસ્સો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામે આવ્યો. એક કિશોરે જ્યારે પોતાના પિતા ને જ કહ્યું કે હું જ્યાં સુધી આ વાઈટનર  નથી સૂંઘતો ત્યાં સુધી મજા નથી. આ શબ્દો સાંભળતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે પિતાએ વાઈટનર ક્યાંથી લાવતો હવાનું પૂછતા જનરલ સ્ટોરમાં આસાનીથી મળી રહેતું હોવાનું કહ્યું. જેને લઇ ગંભીર બનેલા બાળકના પિતા દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

નશો કરનાર વ્યક્તિ પેટ્રોલ ચરસ ગાંજો અને દારૂનું પણ નશો કરતા હોય છે. ત્યારે પોલીસની વાત માનીએ તો હલકી ગુણવત્તાનો નશો કરનાર વ્યક્તિઓ હવે વાઈટનર નો ઉપયોગ પણ નશો કરવા માટે કરતા થયા છે. બીજી તરફ દુકાનદારો પણ અમુક નફાની લાલચે લોકોનો જીવન જોખમાય તે રીતે કંઈપણ પૂછ્યા વગર જ બાળકોને વસ્તુ વેચી દેતા હોય છે. જોકે બાપુનગરમાં તો પિતાને પણ દુકાનદારે તેવો ઉડાઉ જવાબ આપ્યો કે બાળકો તેનો ઉપયોગ કર્યો કરે છે, તે અમારી જવાબદારી નથી. તો પોલીસે ફરિયાદ નોંધી દુકાનદારને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસે દુકાનદાર પ્રફુલ જોશી નામના આધેડની ધરપકડ કરી દુકાનમાંથી ૫૬ જેટલા વાઈટનર પણ કબજે કર્યા છે. ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા છ માસથી પ્રફુલ જોશી બેરોકટોક વાઈટનરનું વેચાણ કરતો હતો. ત્યારે પોલીસે હવે આખાય ષડયંત્રમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત અનેક સ્ટોરની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news