પોલીસ ફોર્સમાં ભ્રષ્ટાચારની શરૂઆત ક્યાંથી થાય છે? સી.આર પાટીલે કર્યો આવો ખુલાસો

પોલીસ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર હંમેશાને માટે ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે. જો કે એક સમયે પોલીસ ફોર્સમાં રહી ચુકેલા અને હાલમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પોલીસ વિભાગમાં થતા ભ્રષ્ટાચાર અંગે દિલ ખોલીને વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પોલીસ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર અન્ય વિભાગોની તુલનાએ પ્રમાણમાં ખુબ જ ઓછો હોય છે. જો કે જાહેર જનતા સાથે સીધો સંપર્ક હોવાના કારણે પોલીસ નાગરિકોની નજરે ચડે છે. પરંતુ જો આંકડાકીય રીતે જોવામાં આવે તો ભ્રષ્ટાચારની રકમ અને કેસ બાબતે પોલીસ વિભાગ અન્ય વિભાગોની તુલનાએ ખુબ જ પાછળ છે. આવી ઘણી અંદરની વાતો ભાજપ પ્રમુખે પોલીસ જવાનો સમક્ષ દિલ ખોલીને પરિવારના વડીલની જેમ નિખાલસ રીતે રજુ કરી હતી. 
પોલીસ ફોર્સમાં ભ્રષ્ટાચારની શરૂઆત ક્યાંથી થાય છે? સી.આર પાટીલે કર્યો આવો ખુલાસો

અમદાવાદ : પોલીસ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર હંમેશાને માટે ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે. જો કે એક સમયે પોલીસ ફોર્સમાં રહી ચુકેલા અને હાલમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પોલીસ વિભાગમાં થતા ભ્રષ્ટાચાર અંગે દિલ ખોલીને વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, પોલીસ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર અન્ય વિભાગોની તુલનાએ પ્રમાણમાં ખુબ જ ઓછો હોય છે. જો કે જાહેર જનતા સાથે સીધો સંપર્ક હોવાના કારણે પોલીસ નાગરિકોની નજરે ચડે છે. પરંતુ જો આંકડાકીય રીતે જોવામાં આવે તો ભ્રષ્ટાચારની રકમ અને કેસ બાબતે પોલીસ વિભાગ અન્ય વિભાગોની તુલનાએ ખુબ જ પાછળ છે. આવી ઘણી અંદરની વાતો ભાજપ પ્રમુખે પોલીસ જવાનો સમક્ષ દિલ ખોલીને પરિવારના વડીલની જેમ નિખાલસ રીતે રજુ કરી હતી. 

શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. કેવી રીતે આ પ્રકારના લોકો સાથે વ્યવહાર કરવામાં આવે તે માટે અધિકારીઓ મંથન અને પ્રયાસ શરૂ કર્યો છે. સાથે જ પોલીસ સ્ટેશન પર આવતા લોકો સાથે કઇ રીતે સારો વ્યવહાર કરી શકાય તે અંગેનું મનોમંથન પણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓથી માંડીને કર્મચારી તમામ પાસે ફિડબેક પણ માંગવામાં આવ્યા હતા. લોકમાનસમાં પોલીસની ખરડાયેલી છબીને કઇ રીતે સુધારી શકાય તે અંગેના પ્રયાસના હેતુસર આ કાર્યક્રમ 'પહલ'ની શરૂઆત કરવામાં આવી હતી. 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં સી.આર પાટીલે ખુલીને વાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, પાટીલ પોતે પણ પૂર્વ પોલીસ કર્મચારી રહી ચુક્યા છે માટે તેઓ પોલીસ અને પોલીસની સમસ્યાને ઉપરથી નહી પરંતુ અંદર થી જાણે છે. પોતાના સંબોધનમાં પાટીલે કેટલાક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં સૌથી પહેલો મુદ્દે તો તેમણે પ્રમાણમાં હળવો પરંતુ પોલીસ કર્મચારીઓના હેલ્થ અંગે સૌથી જરૂરી ઉઠાવ્યો હતો. 

પોલીસ કર્મચારીઓએ રસ્તા પર ઉભા રહીને ગમે તે નાસ્તો ન કરવા તથા ખાસ કરીને સમોસા તો નહી જ ખાવા માટે અપીલ કરી હતી. એક સર્વેને ટાંકીને તેમણે જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓના રોગ માટે સૌથી મોટો કારક ફાસ્ટ ફુડ ખાસ કરીને સમોસા છે. માટે સમોસાને પોલીસે પોતાના દુષ્મન સમજવા જોઇએ. આ પ્રસંગે તેમણે પોલીસ કર્મચારીના શરીર અંગે પણ વાત કરી હતી, ત્યારે હાજર એક IPS અધિકારીને તેઓ હસી પડ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પોલીસ એક ફોર્સ છે. પોલીસ ફોર્સના ક્યારે પણ સંગઠનો કે યુનિયનો ન હોઇ શકે. તમને જે સમસ્યા હોય તેની રજુઆત અમને કરો. અમે ફોર્સને લગતી તમામ સમસ્યા ઉકેલવા માટે તત્પર છીએ પરંતુ કોઇ રાજકીય પક્ષના હાથા બનીને આંદોલન જેવા ગેરમાર્ગે ન દોરવાવું જોઇએ. 

જો કે તેમણે પોલીસ વિભાગના ભ્રષ્ટાચાર અંગે જણાવ્યું કે, પોલીસ વિભાગમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે. જો પોલીસ વિભાગના ભ્રષ્ટાચારના આંકડા અને અન્ય વિભાગોના આંકડા સરખાવવામાં આવે તો પોલીસ વિભાગનો ભ્રષ્ટાચાર કીડી જેવડો છે. પરંતુ તેમને ડાયરેક્ટ પબ્લિક ડિલિંગ અને પહેલાથી પડી ગયેલી છાપના કારણે તેઓનો 100 રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ નાગરિકોમાં પહાડ જેવડી મોટી ઇમેજ ઉભી કરી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પોલીસ વિભાગના ભ્રષ્ટાચારની વાત કરીએ તો જ્યારે નાગરિક પોલીસ ફરિયાદ નોંધાવવા જાય ત્યારે વપરાતા સફેદ કાગળથી જ આ ભ્રષ્ટાચારની શરૂઆત થઇ જાય છે. કોઇ પુછતું નથી કે આ કાગળ ક્યાંથી આવે છે. આ કાગળ કઇ રીતે મેનેજ થાય છે તેની કોઇને ખબર નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news