લો બોલો! શાકભાજીનો ધંધો બરાબર નહીં ચાલતા યુવાને ઘડ્યો ધાંસુ પ્લાન, મિત્રએ સાથ આપ્યો, પણ એક ભૂલે...

મોટા વરાછામાં બે મહિના પહેલા ખેતરાળી રસ્તામાં દંપતીને લૂંટી લેનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. બે આરોપીએ ચપ્પુની અણીએ રૂ.88 હજારની લૂંટ કરી હતી. બે પૈકી એક ઇસમને ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો છે.

લો બોલો! શાકભાજીનો ધંધો બરાબર નહીં ચાલતા યુવાને ઘડ્યો ધાંસુ પ્લાન, મિત્રએ સાથ આપ્યો, પણ એક ભૂલે...

પ્રશાંત ઢીવરે/સુરત: મોટા વરાછામાં બે મહિના પહેલા ખેતરાળી રસ્તામાં દંપતીને લૂંટી લેનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. બે આરોપીએ ચપ્પુની અણીએ રૂ.88 હજારની લૂંટ કરી હતી. બે પૈકી એક ઇસમને ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી ઝડપી લીધો છે. શાકભાજીનો ધંધો બરાબર નહીં ચાલતા યુવાને નાની ચોરી કરતા મિત્ર સાથે છેવાડાના વિસ્તારોમાં લૂંટની યોજના ઘડી હતી. 

ગત 24 સપ્ટેમ્બરની રાત્રે સુરતના મોટા વરાછા શેરોટન ટાવરથી આનંદધારા સોસાયટી જવાના ખેતરાળી રસ્તા પરથી પસાર થઈ રહેલા મોટા વરાછા શીવધારા રેસીડન્સીમાં રહેતા ૩૨ વષીય ભાર્ગવ ખીમજી ઘોરી અને તેની પત્ની રક્ષાના મોપેડને આંતરી બાઇક સવાર બે લૂંટારૂઓ ચપ્પુની અણીએ સોનાની ચેઈન, રોકડ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.88 હજારની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

આ અંગે ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, તપાસમાં જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચીંગ સ્ક્વોડના પીએસઆઈ અને ટીમે મળેલી બાતમીના આધારે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના નાદી ગામ ખાતેથી લૂંટ કરનાર 26 વર્ષીય આરોપી ભારતકુમાર રામઆશરે વર્માને ઝડપી પાડી પડ્યો છે.આરોપી પાસેથી રૂ.10 હજારની મત્તાનો મોબાઈલ ફોન કબજે કર્યો છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી રાજીવનગર ઝુંપડપટ્ટીમાં શાકભાજીની લારી ચલાવતો હતો. પરંતુ તે ધંધો બરાબર ચાલતો ન હોતો.આર્થી સાથે રહેતા હમવતની મિત્ર અને નાની મોટી ચોરી કરતા વિજય ઉર્ફે મોનુ સુમયરામ વર્મા સાથે મળી તેણે સુરતના છેવાડાના વિસ્તારોમાં લૂંટની યોજના ઘડી હતી. બે મહિના અગાઉ તેઓ બાઈક લઈ રાત્રે મોટા વરાછા તરફ ગયા હતા. ખેતરાળ વિસ્તારમાં દંપતીને આંતરી લૂંટી લીધા હતા. લૂંટના મુદ્દામાલમાં તેના ભાગે મોબાઈલ ફોન અને રૂ.7 હજાર આવ્યા હતા. જયારે મિત્ર વિજય ઉર્ફે મોનુ સોનાની ચેઈન વેચ્યા બાદ હિસ્સાના પૈસા આપવાનો હતો. 

સમગ્ર ઘટને લઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી મોબાઈલ ફોન,સોનાની ચેઇન મળી કુલ 88 હજારનો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news