લગ્ન કંઈ નાનીમાના ખેલ નથી, આ હિરોઈનોને છૂટાછેડા આપનારને પૂછો : ચૂકવ્યા છે કરોડો રૂપિયા

બોલીવુડમાં હંમેશા ગ્રાન્ડ લગ્નો વિશે સાંભળવા મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે જે રીતે ફિલ્મી સિતારા પોતાના લગ્નને ગ્રાન્ડ બનાવવા માટે પાણીની જેમ પૈસા વાપરે છે તે રીતે તેના ડિવોર્ડ પણ ખુબ મોંઘા અને મોટા હોય છે. આપણે બોલીવુડના મોંઘા ડિવોર્સ વિશે જાણીશું. 

લગ્ન કંઈ નાનીમાના ખેલ નથી, આ હિરોઈનોને છૂટાછેડા આપનારને પૂછો : ચૂકવ્યા છે કરોડો રૂપિયા

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંબંધો કેટલા ટકે તેના વિશે કઈ નક્કી હોતું નથી.  અહીં ક્યારેય કોઈ સંબંધ બને અને ક્યારે એ સંબંધ તૂટી જાય તેના વિશે કહીં શકાતું નથી. ઘણા એવા સેલેબ્રિટી કપલ્સ હોય છે જેને જોઈ એવું લાગે કે આ બંને એકબીજા માટે બન્યા છે પરંતુ થોડાક દિવસોમાં કે મહિનાઓમાં તેમના ડિવોર્સ કે બ્રેકઅપના સમાચાર આવી જાય છે.  અહીં એવા સેલેબ્સ કપલ્સની વાત જેમણા તલાકના સમાચારોએ લોકોને ચોંકાવી દીધા

સામંથા-નાગા ચૈતન્ય
હાલમાં સામંથા અને નાગા ચૈતન્યના છૂટ્ટાછેડા ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી સામંથાએ તલાક બાદની ભરણપોષણ માટેની 200 કરોડ રૂપિયાની રકમની ઓફર ઠુકરાવી દીધી છે.છૂટાછેડા પછી સામંથાએ એક પોસ્ટમાં લખ્યું હતું કે 'ખૂબ જ વિચાર-વિમર્શ પછી મેં અને નાગા ચૈતન્યએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે નસીબદાર છીએ કે એક દાયકા કરતા વધુ સમયની અમારી મિત્રતા રહી, લગ્ન પછીનો સમય અમારા માટે એક સારી યાદગીરી બની ગયો છે..  

અરબાઝ ખાન- મલાઈકા અરોડા
અરબાઝ ખાન અને મલાઈકડા અરોડાએ 19 વર્ષ સુધી સાથે રહ્યા બાદ છૂટાછેડા લીધા હતા. જે બાદ આ કપલ ચર્ચામાં આવ્યું હતું. જો કે, આ છૂટાછેડા મેળવવા અરબાઝ ખાન માટે ખૂબ મોંઘા સાબિત થયા હતા. મલાઈકાએ અરબાઝ પાસેથી ભરણપોષણ માટે મોટી રકમ વસૂલી છે. એક વેબસાઈટના અહેવાલ અનુસાર મલાઈકા અરોડાએ 10 કરોડ ભરણપોષણના માગ્યા હતા પરંતુ અરબાઝ ખાને ખુશ થઈને 15 કરોડ આપી દીધા હતા. બંનેએ રાજી-ખુશીથી તલાક લીધા હતા.

હ્રિતિક રોશન -સુઝેન ખાન
હ્રિતિક રોશનની પહેલી ફિલ્મથી લોકો તેના દીવાના થઈ ગયા હતા. હ્રિતિકની પહેલી ફિલ્મ રિલિઝ થઈ તે જ વર્ષે તેણે તેની પ્રેમિકા સુઝેન ખાન સાથે લગ્ન કરી દીધા હતા. 14 વર્ષના સફળ લગ્નજીવન બાદ તેઓએ છૂટાછેડા લીધા... બંનેને બે સંતાનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુઝેને 400 કરોડનું ભરણપોષણ માગ્યુ હતું પરંતુ હ્રિતિકના પરિવારે 380 કરોડ રૂપિયા આપ્યા હતા.

 કરિશમા કપૂર-સંજય કપૂર
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન 11 વર્ષ સુધી ચાલ્યા હતા. બંને વચ્ચેના સંબંધમાં ઘણી દૂરીઓ આવી ગઈ અને છેવટે તેમણે છૂટાછેડા થઈ ગયા. અહેવાલો અનુસાર, બંને વચ્ચે 10 કરોડનો કરાર થયો હતો. સંજય કરિશ્માને દર મહિને 10 લાખ રૂપિયા આપે છે.

આ પણ વાંચોઃ એનિમલ લૂકમાં ખૂંખાર દેખાતા રણબીરને પણ લાગી ઠંડી, જુઓ ઠંડીથી બચવા શું કર્યું
    
સૈફ અલી ખાન- અમૃતા સિંઘ
સૈફ અલી ખાનની અમૃતા સિંઘ સાથે ત્યારે મુલાકાત થઈ જ્યારે અમૃતાની તુલના બોલિવુડની ટોપ એક્ટ્રેસમાં થતી હતી.  કહેવાય છે કે ઈટલીની મોડલ રોઝાના કારણે બંનેનો તલાક થયો પરંતુ સંપૂર્ણ હકીકત બહાર આવી નથી. ભૂતકાળમાં સૈફે ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે- અમૃતા તેને કોઈ કામનો નથી તેવા મહેણા મારતી હતી, અને તે સોહા અને તેના માતા શર્મિલા સાથે કાયમ ઝઘડો કરતી હતી. વર્ષ 2004માં સૈફ અને અમૃતા વચ્ચે તલાક થયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભરણપોષણની રકમ 2.5 કરોડ રૂપિયા નક્કી થઈ હતી. આ રકમમાંથી અડધા રૂપિયા ચૂકવાઈ ગયા છે. બાકીની રકમ સૈફ દર મહિને અમૃતાને એક લાખ બાળકોના ઉછેર માટે આપતા હતા.

ફરહાન અખ્તર -અધુના
ફરહાન અખ્તર અને અધુના વચ્ચે લાંબો સમય પ્રેમ ચાલ્યો હતો અને વર્ષ 2000માં તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. અધુના ફરહાન કરતા ઉમરમાં 6 વર્ષ મોટી છે. ફરહાન અખ્તર દર મહિને એક મોટી રકમ અધુનાને ચૂકવે છે.

આદિત્ય ચોપરા- પાયલ મલ્હોત્રા
આદિત્ય ચોપરાની પહેલી પત્ની પાયલ મલ્હોત્રા હતી. બંનેને કોઈ સંતાન નહોતું. લગ્નના 6 વર્ષ પછી બંને વચ્ચે ખટરાગ રહેવા લાગ્યો હતો. આદિત્યએ પાયલ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો  પાયલ જોડેથી છૂટાછેડા લેવા માટે આદિત્યએ 50 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. 

આમિર ખાન-કિરણ રાવ
આમિર ખાનને પોતાની પત્ની કિરણ રાવને તલાક આપવા માટે 50 કરોડની રકમ ચૂકવવી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news