Surat News: એક સોશિયલ મીડિયા મેસેજ અને 15 હજાર લોકોની નોકરી ગઈ, ચપરાસીને પણ કાઢી મૂકાયો

મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી 3થી 4 મહિના બંધ રહેવાનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો છે. મંદીના માહોલ વચ્ચે સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર તથા વિદેશમાં પણ કાર્યરત જાણીતી મારૂતિ ઈમ્પેક્ષ નામની ડાયમંડ ફેક્ટરી આગામી ત્રણથી ચાર મહિના માટે બંધ કરવામાં આવે છે.

Surat News: એક સોશિયલ મીડિયા મેસેજ અને 15 હજાર લોકોની નોકરી ગઈ, ચપરાસીને પણ કાઢી મૂકાયો

ઝી બ્યુરો/સુરત: મંદીનો માર હવે વધી રહ્યો છે. વિકાસશીલ ગણાતા ગુજરાતમાં પણ એની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ૧૫મી નવેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા સાડા ચાર વર્ષમાં ૫.૯૭૨ એમએસએમઈ એકમોના શટર પડી ગયા છે એટલે કે વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજના ત્રણથી ચાર એમએસએમઈ એકમો બંધ થઈ રહ્યાં છે. એકમો બંધ થવા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. 

સોશિયલ મીડિયાના મેસેજને આધારે નોકરીમાંથી પાણીચું આપી દેવાયું
પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર અને બીજા ક્રમે તામિલનાડુ સામેલ છે. આ સમય ગાળામાં દેશમાં ૬૧,૪૯૯ એકમો બંધ થયા છે. જે એક ચિંતાનો વિષય છે. ગુજરાત એ વાઈબ્રન્ટ ગુજરાતને આધારે ઉદ્યોગોને આકર્ષી રહ્યો છે. જ્યારે MSME એકમોના શટર પડી રહ્યાં છે. રાજ્યમાં આજે જાણીતી મારૂતિ ઈમ્પેક્ષ નામની ડાયમંડ ફેક્ટરી બંધ થઈ છે. જે 15 હજાર કર્મચારીઓને એક સોશિયલ મીડિયાના મેસેજને આધારે નોકરીમાંથી પાણીચું આપી દેવાયું છે. 

ગુજરાતમાં જે ૫.૯૭૨ એકમો બંધ થયા છે તે પૈકી ૫.૮૭૬ માઈકો, ૮૯ સ્મોલ અને ૭ મિડિયમ એકમો સામેલ છે અને ઉદ્યમ અંતર્ગત નોંધાયેલા છે. એમએસએમઈ મંત્રાલયના કહેવા પ્રમાણે, પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન રદ્ કરવા, માલિકીમાં ફેરફાર, એક જ એકમનું બે વાર રજિસ્ટ્રેશન થવા સહિતના વિવિધ કારણો પણ એકમ બંધ થવા માટે જવાબદાર છે. બીજી તરફ મંદી અને આર્થિક તંગી જેવી બીજા કારણો પણ આ મામલે એટલા જ જવાબદાર ગણાય છે.  

રાજ્યમાં કેટલા એકમોના શટરો પડ્યા

રાજ્ય    માઈક્રો    સ્મોલ    મીડિયમ    કુલ
મહારાષ્ટ્ર    15,109     95    16    15220

તામિલનાડુ    7834    58    02    7884

ગુજરાત    5876    89    07    5972

રાજસ્થાન    4951    38    05    4994    

ઉત્તર પ્રદેશ    3738    27    04    3769

તાજેતરમાં જ સરકારે એવો પણ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ૧૯.૬૦ લાખ એકમોનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં 1.૭૭ કરોડ લોકોને રોજગારી મળે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે લોન ઉપર વ્યાજ સહાય સહિતની પ્રોત્સાહક યોજનાઓ અમલી છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વેગ મળે તે માટે પ્રયાસો કરાય છે પણ અન્ય કારણસર આવા નાના એકમોને તાળાં પણ વાગી રહ્યા છે.

હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો
મારૂતિ ઈમ્પેક્ષ ડામયંડ ફેક્ટરી 3થી 4 મહિના બંધ રહેવાનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો છે. મંદીના માહોલ વચ્ચે સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર તથા વિદેશમાં પણ કાર્યરત જાણીતી મારૂતિ ઈમ્પેક્ષ નામની ડાયમંડ ફેક્ટરી આગામી ત્રણથી ચાર મહિના માટે બંધ કરવામાં આવે છે, એક માત્ર વોચમેન સહિત તમામ સ્ટાફને છૂટા કર્યા છે અને જ્યાં નોકરી મળે ત્યાં ચાલ્યા જવા માટે સૂચના આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

શું હતો ઓડિયો મેસેજમાં સંદેશ?
સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતાં સુરતના હીરાઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બધાને મેસેજ આપી દેજો, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય. હાલ પુરતી 3થી 4 મહિના મારૂતિ ઈમ્પેક્ષ કંપની બંધ રહેશે. જો શરૂ થશે તો ફરી તમને જાણ કરવામાં આવશે. હાલ સિક્યોરીટી સિવાય તમામ 15 હજાર કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે.  પરંતુ હવે હાલ પુરતી કંપની 3થી 4 મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે. સુરત, ભાવનગર, લાઠી, બાબરા સહિત 100 ખાતા આવ્યા છે. 

સુરેશ ભોજપુરાને બ્રેઈન સ્ટ્રોક
સુરતની જાણીતી ડાયમંડ કંપની મારૂતિ ઈમ્પેક્ષના ઓનર સુરેશ ભોજપરાને 4થી 5 મહિના પહેલાં મજગની નસ ફાટી ગઈ હતી અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેઓ કોમામાં જતા રહ્યા હતા. મારૂતિ ઈમ્પેક્ષમાં કોઈ પાર્ટનર નથી અને કંપની એકલા હાથે ચલાવતા હતા. તેમને સાજા થતા 4 મહિના જેટલો સમય લાગે તેમ છે. તમને જણાવી દઈએ કે સુરત, ભાવનગર, લાઠી સહિત અલગ અલગ જગ્યાઓ પર નાની મોટી મળીને 100થી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશ્ડની ફેક્ટરીઓ કાર્યરત હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news