'ખતરા'નું સિગ્નલ: બંદર પર લગાવાતા સિગ્નલનો શું હોય છે અર્થ? જાણો કયારે કયા નંબરનું લગાવવામાં આવે છે સિગ્નલ

આપણે હંમેશા સાંભળતા કે જોતા આવ્યાં છીએકે, આ બંદર પર હવે આ નંબરનું સિગ્નલ લાગ્યું. તો શું તમને ખ્યાલ છે ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ખુબ રસપ્રદ છે આ માહિતી.

'ખતરા'નું સિગ્નલ: બંદર પર લગાવાતા સિગ્નલનો શું હોય છે અર્થ? જાણો કયારે કયા નંબરનું લગાવવામાં આવે છે સિગ્નલ

ઝી બ્યુરો/અમદાવાદ: આપણે હંમેશા સાંભળતા કે જોતા આવ્યાં છીએકે, આ બંદર પર હવે આ નંબરનું સિગ્નલ લાગ્યું. તો શું તમને ખ્યાલ છે ક્યા નંબરનું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે. અને ક્યા સિગ્નલનો શું અર્થ હોય છે. ખુબ રસપ્રદ છે આ માહિતી. હાલ ગુજરાત પર સંભવિત બિપોરજોય વાવાઝોડા તૌકતેનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં દરિયા પર બદલાતી પરિસ્થિતિ મુજબ અલગ અલગ સિગ્નલ લગાવીને સુચના આપવામાં આવી રહી છે. ત્યારે સિગ્નલનો શું અર્થ હોય છે એ પણ જાણી લઈએ.

કુલ 1 થી 12 નંબર સુધીના હોય છે સિગ્નલઃ
દરિયામાંથી આવતા વાવાઝોડા કે પછી દરિયાકાંઠે ફુંકાતા ભારે પવનને લઈને બંદર ઉપર 1થી 12 નંબરના સિગ્નલ લગાવવામાં આવે છે. જેના આધારે દરિયામા રહેલી બોટ, સ્ટીમર, જહાજના ચાલકને એ ખબર પડે કે દરિયો કેટલો ગાંડોતુર બનશે. આ સિગ્નલને કારણે દરેક લોકો સમજી શકે છેકે, હવે આગામી પરિસ્થિતિ શું થઈ શકે છે. ખાસ કરીને આ દરિયાઈ કામકાજ અને દરિયાઈ પરિવહન માટેની એક લાઈન લેગ્વેજ છે. એને જ સિગ્નલ કહેવામાં આવે છે. જેમ જેમ સિગ્નલમાં અંક વધતો જાય તેમ તેમ વાવાઝોડાની તિવ્રતામાં વધારો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

મોટાભાગે 11 નંબર સુધીના જ સિગ્નલ ભારતમાં લગાવાય છે. ક્યારેક જ 12 નંબરનું સિગ્નલ લગાવાય છે. 1946મા પવનની ગતીને ધ્યાને લઈને કુલ 17 નંબર સુધીના સિગ્નલો રાખવાનું નક્કી કરાયુ હતું. પરંતુ મોટે ભાગે ભય સુચક સિગ્નલનો વપરાશ 12 નંબર સુધીનો જ કરાતો હોય છે. ભારતમાં સામાન્ય રીતે 11 નંબર સુધીના જ સિગ્નલનો વપરાશ કરવામાં આવે છે.

No description available.

બંદર ઉપર લગવામાં આવેલ સિગ્નલ શું સૂચવે છે

1 નંબરનું સિગ્નલ વાવાઝોડાની ચેતવણી આપતું હોય છે.
2 નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થતાં માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે તે સૂચિત કરે છે
3 નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે.
4 નંબરનું સિગ્નલ બંદર ભયમાં છે એવું પરંતુ સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય જણાઇ રહ્યો નથી.
5 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું દક્ષિણના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત આપે છે.
6 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું ઉત્તરના કિનારા ઓળંગી બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે.
7 નંબરનું સિગ્નલ સામાન્ય વાવાઝોડું બંદર ઉપરથી પસાર થાય અને ભારે તોફાની પવન ચાલી શકે છે.
8 નંબરનું સિગ્નલ ભારે વાવાઝોડું બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેતો આપે છે.
9 નંબરનું સિગ્નલ જોરદાર વાવાઝોડું ઉત્તર દિશાથી કિનારો ક્રોસ કરીને બંદર ઉપર તોફાની હવાનો અનુભવ કરાવે ત્યારે લગાડવામાં આવે છે
10-નંબરનું સિગ્નલ ભારે જોરવાળું વાવાઝોડું બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે
11-નંબરનું સિગ્નલ ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય.

કયા નંબરના સિગ્નલનો શું છે અર્થ? ક્યારે લગાવાય છે ક્યું સિગ્નલ?

સિગ્નલ નંબર-01
જ્યારે પવનની ગતિ એકથી પાંચ કિલોમીટરની હોય ત્યારે એક નંબરનું સિગ્નલ લગાવાય છે. બહુ ગંભીર નથી હોતો પવન.

સિગ્નલ નંબર-02
પવનની ગતિ 6થી 12 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય ત્યારે, બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-03
આ પ્રકારનુ સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે પવનની ઝડપ 13 થી 20 કિલોમીટરની ઝડપે ફુકાતો હોય.

સિગ્નલ નંબર-04
ચાર નંબરનુ સિગ્નલ, દરિયાકાંઠે 21 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફુકાતો હોય ત્યારે લગાવાય છે.

સિગ્નલ નંબર-05
બંદર ઉપર પાંચ નંબરનું સિગ્નલ ત્યારે લગાવાય છે, જ્યારે ફુંકાતા પવનની ગતી 30 થી 39 કિલોમીટરની હોય છે.

સિગ્નલ નંબર-06
જ્યારે દરિયામાં પવનની ઝડપ 40થી 49 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર ભયસુચક 6 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-07
જ્યારે વહેતા પવનની ઝડપી 50 થી 61 કિલોમીટરની હોય ત્યારે બંદર ઉપર સાત નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે.

સિગ્નલ નંબર-08
દરિયામાં કે દરિયાકાંઠે ફુકાઈ રહેલા પવનની ઝડપ જ્યારે 62થી 74 કિલોમીટરની વચ્ચે હોય ત્યારે બંદર ઉપર આઠ નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-09
જ્યારે પવનની ઝડપ 75 થી 88 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર ભયસૂચક 09 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-10
જ્યારે દરિયામાં ફુકાતા પવનની ગતી, 89 થી વધુ પરંતુ 102 કિલોમીટર સુધીની હોય ત્યારે બંદર ઉપર 10 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર -11
સમુદ્રમાં ફુકાતા તોફાની પવનની ઝડપ 103 થી 118 કિલોમીટર સુધીની હોય છે. જ્યારે આટલી ઝડપે પવન ફુકાઈ રહ્યો હોય ત્યારે બંદર ઉપર 11 નંબરનું સિગ્નલ લગાવાય છે.

સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news