હવામાન વિભાગની મોટી આગાહી, 7 માર્ચે ગુજરાતના આ ભાગોમાં પડશે વરસાદ

વાતાવરણમાં વધી રહેલી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા 7 માર્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 
હવામાન વિભાગની મોટી આગાહી, 7 માર્ચે ગુજરાતના આ ભાગોમાં પડશે વરસાદ

ઝી મીડિયા/બ્યૂરો :વાતાવરણમાં વધી રહેલી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા 7 માર્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

કમોસમી વરસાદની આ આગાહી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર બની રહેશે. 7 માર્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેમાં નર્મદા, ડાંગ, તાપીમાં માવઠાની આગાહીની શક્યતા છે. તો સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટોર્મની પણ આગાહી કરાઈ છે. આવામાં અન્ય જિલ્લામાં વાતાવરણ સુકુ રહેશે તેવુ હવામાન વિભાગે જણાવ્યુ છે.

આ પણ વાંચો : એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પ્રેમીપંખીડાએ રાજકોટની હોટલના રૂમમાં આપઘાતનો પ્રયાસ

આ વર્ષે વધુ ગરમી પડશે
ઉનાળામાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેથી હીટવેવના દિવસોમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બે મહિનામાં પશ્ચિમ અને તેનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. 

ઉત્તર ગુજરાતમાં ઉનાળો શરૂ થયો 
ઉત્તર ગુજરાતમા ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે. તેમ છતાં રાત્રે અને વહેલી સવારે ભેજ વાળા પવનો કારણે સામાન્ય ઠંડી પણ જોવા મળી રહી છે. અરવલ્લીમા મંગળવારે સૌથી વધુ 21 ડિગ્રી લઘુતમ તાપમાન તાપમાન તો સાબરકાંઠા 18, મહેસાણા,બનાસકાંઠા 17 જયારે પાટણમાં સૌથી ઓછું 16 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ત્યારે આગામી દિવસોમા અસહ્ય ગરમીની શરૂઆત થવાની શક્યતા હવામાન વિભાગના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીએ વર્ણવી એવી દાસ્તાન કે તમારા રુંવાડા ઉભા થઈ જાય

આ રાજ્યોમાં ધોમ તડકો પડશે 
IMDની આગાહી મુજબ માર્ચમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ધોમધખતો તાપ જોવા મળશે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news