આગામી બે દિવસમાં અતિથી ભારે વરસાદની આગાહી, જુઓ કયા વિસ્તારોને થશે વધુ અસર

રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
આગામી બે દિવસમાં અતિથી ભારે વરસાદની આગાહી, જુઓ કયા વિસ્તારોને થશે વધુ અસર

અમદાવાદ :રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ : અંકલેશ્વરમાં 7 ઈંચ, તો ભરૂચમાં 4.5 ઈંચ વરસાદ

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આગામી 2 દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી છે. આવતીકાલે દમણ, નવસારી, સુરત, ડાંગ ભરૂચ, નર્મદા, ખેડા, પંચમહાલમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તો સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ આવી શકે છે. 

તેમણે કહ્યું કે, બંગાળમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. જેને પગલે મધ્ય પ્રદેશમાં એક સિસ્ટમ ઉભી થઇ છે, જેના કારણે ગુજરાતમાં સાનુકૂળ પરિસ્થિતિ છે. માછીમારો માટે આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જેન પગલે અમદાવાદમાં આજે હળવો વરસાદ વરસી શકે છે. ગુજરાતના અડધા વિસ્તારોમાં વરસાદ થયો છે, જ્યારે કે બાકીના વિસ્તારોમાં હજી વરસાદ નથી. સીઝનનો 10 ટકા વરસાદ થઈ ચૂક્યો છે, જે ખેતી માટે આવકાર્ય છે.

એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય
રાજ્યમા સત્તાવાર ચોમાસાની શરૃઆત સાથે જ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. પ્રિ-પોઝિશનિંગ અંતર્ગત એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યમાં કુલ 15 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરા હેડક્વાર્ટર ખાતે 7 ટીમ રાખવામાં આવી છે, તો રાજકોટ અને ગાંધીનગરમા 2 ટીમ, વલસાડ, સુરત, ભાવનગર અને પાલનપુર ખાતે એક-એક ટીમ તૈનાત રહેશે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા પ્લાનિંગ કરાયું છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news