રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ : અંકલેશ્વરમાં 7 ઈંચ, તો ભરૂચમાં 4.5 ઈંચ વરસાદ

રાજ્યમા સત્તાવાર ચોમાસાની શરૂઆત થતા જ સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં વરસાદ ખાબકી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી 10:00 વાગ્યા દરમિયાન રાજ્યમાં 5૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સવારે 6 થી 8 માં ૩૩ તાલુકામાં વરસાદ હતો. મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઇ ગઈ છે. સૌથી વધુ અંકલેશ્વરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચમાં 4.5 ઈંચ, સુરતના કામરેજમાં સવા ચાર ઈંચ, સુરતના માંગરોળમાં ચાર ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 3 ઇંચ, સુરતના પલસાણામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ : અંકલેશ્વરમાં 7 ઈંચ, તો ભરૂચમાં 4.5 ઈંચ વરસાદ

અમદાવાદ :રાજ્યમા સત્તાવાર ચોમાસાની શરૂઆત થતા જ સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં વરસાદ ખાબકી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી 10:00 વાગ્યા દરમિયાન રાજ્યમાં 5૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સવારે 6 થી 8 માં ૩૩ તાલુકામાં વરસાદ હતો. મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઇ ગઈ છે. સૌથી વધુ અંકલેશ્વરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભરૂચમાં 4.5 ઈંચ, સુરતના કામરેજમાં સવા ચાર ઈંચ, સુરતના માંગરોળમાં ચાર ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 3 ઇંચ, સુરતના પલસાણામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ 
આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં વલસાડ, સુરત, ભરૂચ, અંકલેશ્વરમાં વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. વલસાડ જિલ્લામાં તમામ તાલુકાઓમા ભારે વરસાદ છે. ઉમરગામ, ધરમપુર, વાપીમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો કપરાડા અને ધરમપુરમાં વરસાદ વધુ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સવારે 10 વાગ્યા થી 12 વાગ્યા સુધીમાં વલસાડમાં 16 mm, ઉંમરગામ 28 mm, કપરાડામાં 24 mm, વાપીમાં 19 mm, ધરમપુરમાં 10 mm અને પારડીમાં 7 mm વરસાદ નોંધાયો છે. 

વલસાડ જિલ્લામાં વરસાદ કેટલાક લોકો માટે મુસીબત બન્યો છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે, તો કપરાડા તાલુકામાં નાનાપોંઢા ગામે ટેલિકંપનીની લાઈન માટે ખોદકામ બાદ એક જગ્યાએ અનેક વાહનો ફસાયા હતા. નાનાપોઢામાં મુખ્ય માર્ગ પર વાહનો વરસાદને લઇ ખોદયેલી લાઈન બાદ લોકોના વાહનો કીચડમાં ફસાયા હતા. સ્થાનિક લોકો તેમજ વાહન માલિકો દ્વારા વાહનોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામથી અંબાચ જતા રસ્તા પર તોતિંગ વૃક્ષ વીજ તાર પર પડતાં 3 જેટલા વીજ પોલ ધરાશાયી થયા હતા. જેન પગલે 11 કલાકથી વાપી તાલુકા તેમજ પારડી તાલુકાના 10 જેટલા ગામો અંધારપટ છવાયો હતો. વીજળી ડૂલ થતા લોકો પરેશાન થયા હતા. તો પરિયા આંબાચ મુખ્ય માર્ગ પર વૃક્ષ પડતાં રસ્તો બંધ થયો હતો. 

ભરૂચના વાલીયામાં 64 એમએમ, ગણદેવીમાં 63 એમએમ, કવાંટમાં 59 એમએમ, સુઇગામમાં 52 એમએમ, લખતરમાં 52 એમએમ, નાંદોદમાં 44 એમએમ, હાંસોટમાં 41 એમએમ, જંબુસરમાં 41 એમએમ, ચીખલીમાં 37 એમએમ વરસાદ પડ્યો હતો. ભરૂચના દુધધારા ડેરી નજીક ઔદ્યોગિક વસાહતમાં જવાના માર્ગ પર, મોટી ડુંગરી શેરપુરને જોડતો માર્ગ તેમજ અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી પણ જળબંબાકાર થઈ ગઈ છે. 

સુરતમાં પણ વરસાદ 
સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઓલપાડ, માંગરોળ બાદ કામરેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માંગરોળ તાલુકામાં ચાર કલાક ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. મોટીપારડી ગામની સીમમાં માલધારી અને પશુઓ ફસાયા હતા. જેમાં કેટલાક વાછરડાના મોત થયા, તો કેટલાક પશુઓ તણાયા તા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢ્યા હતા. 

સૌરાષ્ટ્રમાં વરસાદ
અમરેલી જીલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ખાંભાના બોરાલા, ચકરાવા, પચપચીયા, સાળવા, કાંટાળા સહિતના ગામોમાં વરસાદ છે. તો લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલીયાની નાવલી નદીમાં પાણી વહેતા થયા છે. અમરેલીના બાબાપુરમાં વરસાદ છે. રાજુલાના સાજણાવાવ ગામે ધોધમાર વરસાદ નોંદાયો છે. જેને પગલે સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. 

છોટાઉદેપુરમાં વરસાદ
ચોમાસાની શરૂઆતથી જ છોટાઉદેપુર માં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. જિલ્લામાં સાર્વત્રિક અને માધ્યમ રીતે વરસાદ થઇ રહ્યો છે. ગત રાત્રિએ કવાંટ તાલુકામાં 2.5 ઇંચ તો પાવીજેતપુરમાં 1 ઇંચ અને બોડેલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે જિલ્લામાં નદી નાળાઓમાં પાણી વહેતું થયું છે. પાવીજેતપુર તાલુકામાં થયેલા જોરદાર વરસાદને પગલે અનેક ઠેકાણે રસ્તાઓ, નાળા અને કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેને લઇ થોડા સમય માટે અવર જવર બંધ કરવાની પણ ફરજ પડી હતી. છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં સરેરાશ 74 એમ એમ એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો છેલા ત્રણ દિવસથી જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પાણી વહેતું થયું
છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news