હવાથી કોરોનાનું સંક્રમણ સંભવ, CSIR ચીફે આપી બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવાની ચેતવણી
airborne transmission of covid-19: કોરોના વાયરસ દિવસેને દિવસે રૂપ બદલતો જાય છે. આ વચ્ચે CSIRએ વાયરસ હવાથી ફેલાવાની પુષ્ટિ કર્યા બાદ લોકોને બંધ જગ્યા પર પણ માસ્ક પહેરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે દેશમાં આશરે સાડા અગિયાર લાખ કોરોનાથી સંક્રમિતો છે.
Trending Photos
નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસ હવાથી ફેલેવાની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની પુષ્ટિ બાદ વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)એ લોકોને બંધ જગ્યા પર પણ માસ્ક પહેરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે WHOનું માનવું છે કે સંક્રમિત વ્યક્તિઓ દ્વારા છીંક ખાવાથી અને ઉઘરસથી નિકળતા ટીપા (Droplets) લાંબા સમય સુધી હવામાં રહે છે અને તેનાથી બીજાને સંક્રમણનો ખતરો રહ્યો છે. તેવામાં તે લોકો માટે મોટો ખતરો છે જે એન-95 માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. હવામાં તરતો કોરોના વાયરસ શ્વાસ લેવાની સાથે સરળતાથી શરીરમાં પ્રવેશી શકે છે. કેન્દ્રએ પણ N-95 માસ્કથી વાયરસનો પ્રસાર ન રોકવાની વાત કરી છે.
હવાથી પણ પ્રસાર સંભવ, સાવચેત રહેવાની જરૂર
CSIRના ચીફ શેખર સી માંડેએ પોતાના બ્લોગમાં આ બધી ચિંતાઓ પર પોતાનો મત રાખ્યો અને વિભિન્ન સ્ટડી તથા વિશ્લેષણોના હવાલાથી લખ્યુ કે, જેટલા પણ પૂરાવા મળ્યા છે તેનાથી ખ્યાલ આવ્યો છે કે SARS-CoV-2નો હવાથી પણ પ્રસાર સંભવ છે. તેવામાં આપણે ખુદને કઈ રીતે સુરક્ષિત રાખીએ. તેના પર માંડેએ લખ્યુ, ઉત્તર સીધો છે. ભીડથી બચો, કામ કરવાની જગ્યા ખુલી હોય અને સૌથી મહત્વનું બંધ જગ્યા પર પણ માસ્ક પહેરતા રહો.
239 વૈજ્ઞાનિકોએ લખી હતી ચિઠ્ઠી
મહત્વનું છે કે 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ WHOને પત્ર લખીને કોવિડ-19ના હવાથી ફેલાવાની વાત કરી હતી અને આ મામલાની તરફ ધ્યાન અપાવ્યું હતું. માંડેએ કહ્યુ કે, માસ્ક પહેરવું સૌથી મજબૂત રણનીતિ છે અને સંભવતઃ આ બધા માટે ફરજીયાત છે. તે ચર્ચા પર શું કોવિડનું ટ્રાન્સમિશન હવાથી થાય છે કે નહીં, માંડે કહે છે કે તે વાત પર ચર્ચા ચાલી રહી છે કે ઇન્ફેક્ટેડ જગ્યા પણ શું સંક્રમણનો સ્ત્રોત છે? જો સંક્રમણની વાત કરીએ તો શ્વાસ દ્વારા જ થઈ રહ્યું છે.
CSIR બોલ્યા, નાની ટીપા હવામાં રહે છે હાજર
તેમણે કહ્યું, તે સ્પષ્ટ છે કે જ્યારે લોકો છીંક ખાય છે અથવા ઉધરસ થાય તો તેનાથી હવામાં ટીપા (Droplets) નિકળે છે. મોટા ટીપા તો જમીન પર પડી જાય છે પરંતુ નાના ટીપા હવામાં મોટા સમય સુધી રહે છે. કોઈ સંક્રમિત વ્યક્તિ દ્વારા છીંક કે ઉધરસ ખાવાથી મોટા ટીપા જમીન પર પડી જાય છે અને તે વધુ દૂર સુધી જતા નથી. પરંતુ નાના ટીપા લાંબા સમય સુધી હવામાં હાજર રહે છે.
હવે જાવડેકરે ગણાવી રાહુલ ગાંધીની સિદ્ધિઓ, શાહીન બાગથી લઈને ચીનને બચવવા સુધીનો ઉલ્લેખ
કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડાયરેક્ટર જનરલ રાજીવ ગર્ગે સ્વાસ્થ્ય તથા ચિકિત્સા શિક્ષા મામલાના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું કે, સામે આવ્યું છે કે અધિકૃત આરોગ્ય કર્મચારીઓની જગ્યાએ લોકો એન-95 માસ્કનો 'અયોગ્ય ઉપયોગ' કરી રહ્યાં છે, ખાસ કરીને તેમાં જેમાં છિદ્રયુક્ત શ્વસનયંત્ર લાગેલું છે. તેમણે કહ્યું, તમારા ધ્યાને લાવવામાં આવે છે કે છિદ્રયુક્ત શ્વસનયંત્ર લાગેલ એન-95 માસ્ક કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ભરવામાં આવેલા પગલાંથી વિપરીત છે કારણ કે તે વાયરસને માસ્કની બહાર આવવાથી ન રોકી શકે. તેને ધ્યાનમાં રાખીને તમને આગ્રહ કરુ છું કે બધા સંબંધિત લોકોને નિર્દેશ આપો કે ફેસ/માસ્ક કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના અયોગ્ય ઉપયોગને રોકો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે