Viral Video : સ્કૂલે ભણવા મોકલેલા વિદ્યાર્થીઓ પાસે કરાવાય છે નોકરો જેવું કામ

હાલમાં સોશિયલ મીડિયામાં જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે.

Viral Video : સ્કૂલે ભણવા મોકલેલા વિદ્યાર્થીઓ પાસે કરાવાય છે નોકરો જેવું કામ

જાફરાબાદ/કેતન બગડા : હાલમાં સોશિયલ મીડિયામાં જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શાળામાં વિદ્યાર્થીઓની પાસેથી સફાઈ કરવામાં આવી રહી હોવાના દ્રશ્યો છે. ગામના જાગૃત નાગરિક આ વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો હતો અને પછી એ વાયરલ થયો છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 16, 2019

નોંધનીય છે કે ગુજરાતમાં સરકારી સ્કૂલોની હાલત ખરેખર ચિંતાજનક છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતની શાળાઓની દયનીય સ્થિતિ સામે આવી છે. ગુજરાતમાં ખરેખર સરકારી શાળાઓનું સ્તર કથળી રહ્યુ છે અને અમુક અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતનીય છે ત્યારે સરકાર દ્વારા શાળાઓના મર્જ કરવામાં આવશે. એક જાહેરાત પ્રમાણે 30 કરતા ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓ બંધ કરાશે. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવામાં આવશે. રાજ્યમાં 4500 શાળાઓમાં 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ છે જ્યારે 850 શાળાઓમાં 10 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવાનું માલૂમ પડ્યુ છે. 

બંધ કર્યા બાદ ફાજલ શિક્ષકોને જૂથ શાળામાં મુકાશે. 9 હજાર શિક્ષકોની જૂથ શાળાઓમાં નિમણૂંક કરવાનું આયોજન છે.

જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news