જ્યા ગુજરાતી ત્યાં ગરબા : આ વીડિયો તેનો બોલતો પુરાવો, પાકિસ્તાનમાં રમાયા ગરબા

Gujarati Garba In Pakistan : પાકિસ્તાનની જેલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેદીઓ ગરબા કરી રહ્યાં છે, આ વીડિયો જોઈને તમે કહેશો વાહ ગુજરાતી વાહ
 

જ્યા ગુજરાતી ત્યાં ગરબા : આ વીડિયો તેનો બોલતો પુરાવો, પાકિસ્તાનમાં રમાયા ગરબા

Pakistan Garba Video Viral પોરબંદર : ગુજરાતના ગરબા એટલા ફેમસ છે કે, ભલભલાના પગ થરકવા લાગે. ગરબાનો ચસ્કો એકવાર લાગે એટલે છૂટે નહિ. વિદેશીઓ પણ ગરબા રમતા થઈ ગયા છે. ગુજરાતીઓ ચંદ્ર પર પણ ગરબા કરે એવી મજાક થતી રહે છે. ત્યારે પાડોશી મુલ્ક અને ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનથી આવેલો ગરબાનો એક વીડિયો ચોંકાવનારો છે. પાકિસ્તાનમાં પણ ગરબા રમાય છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે શુ છે આ વાયરલ વીડિયોની હકીકત તે જોઈએ. 

પાકિસ્તાની જેલમાં રમાયેલા ગરબાનો આ વીડિયો છે. પાકિસ્તાની જેલમાં કેદ કેદીઓ આ વીડિયો રમી રહ્યાં છે. પરંતું વીડિયોની હકીકત એવી છે કે, આ ગરબા કરનારા બીજા કોઈ નહિ, પરંતુ ભારતીયો છે. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો ગરબે રમતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ભારતીય માછીમારોનો ગરબે રમતો આ વીડિયો છે. 

ખાસ વાત તો એ છે કે, જેલના કર્મચારીઓની હાજરીમાં માછીમારોએ ગરબા કર્યા હતા. ભારતીય માછીમારો જેલમાં રહીને પણ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. અધિકારીઓ પણ માછીમારોને ગરબા કરતા જોઈ રહ્યા હતા.  

એટલે જ તો કહેવા છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ વીડિયો તેનો બોલતો પુરાવો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news