જો હાથમાંથી પડી જાય મીઠા સહિતની આ 5 વસ્તુઓ તો તેને માનવામાં આવે છે અશુભ

Religious Beliefs: કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે હાથમાંથી છૂટી નીચે પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. આવી ઘટનાઓ એ વાતનો સંકેત કરે છે કે, તમારા જીવન કે ઘરમાં કોઈ અપ્રિય ઘટના ઘટવાની છે.

જો હાથમાંથી પડી જાય મીઠા સહિતની આ 5 વસ્તુઓ તો તેને માનવામાં આવે છે અશુભ

Religious Beliefs: રસોડામાં કામ કરતી વખતે ઘણીવાર વસ્તુઓ હાથમાંથી નીચે પડી જાય છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે હાથમાંથી છૂટી નીચે પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. આવી ઘટનાઓ એ વાતનો સંકેત કરે છે કે, તમારા જીવન કે ઘરમાં કોઈ અપ્રિય ઘટના ઘટવાની છે. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે હાથમાં પડે તો અશુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: 

આ વસ્તુઓ હાથમાંથી પડી જાય તો અશુભ માનવામાં આવે છે

1) જો તમારા હાથમાંથી ચોખા નીચે પડી જાય છે, તો તેને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, ચોખા માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. ચોખા જમીન પર ઢળાય તે શુભ સંકેત નથી.

2) જો તમારા હાથમાંથી ઘીનો દીવો પડી જાય છે, તો તેને પણ શુભ માનવામાં નથી આવતુ. એનો અર્થ એમ છે કે, જીવનમાં કોઈ અશુભ ઘટના ઘટવાની છે.

3) જો તમારા હાથમાંથી સિંદૂરની ડબ્બી પડી જાય છે, તો તેને પણ શુભ માનવામાં નથી આવતુ. આ વાતનો સંબંધ ભવિષ્યમાં થનારી કોઈ અશુભ ઘટના સાથે જોડવામાં આવે છે.

4) જો તમારા હાથમાંથી તેલ ભરેલુ પાત્ર ઢોળાઈ જાય છે તો, તેને શુભ માનવામાં આવે છે. આ પ્રકારની ઘટના કોઈ પ્રિયજનો પર કોઈ અપ્રિય ઘટના થવાની સંભાવના વ્યક્ત કરે છે.

5) જો તમારા હાથમાંથી મીઠું છટકી જાય, તો તેને શુભ માનવામાં નથી આવતુ. મીઠું ઢોળાય તો ધનની હાનિ થવાની સંભાવના દર્શાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news