Pakistan News: દરવાજો તોડીને ઈમરાન ખાનના ઘરમાં ઘૂસી પોલીસ, PTI કાર્યકરો પર લાઠીચાર્જ

તોશાખાના કેસમાં આરોપી ઈમરાન ખાન પર સંકટના વાદળો હજુ પણ છવાયેલા છે. આજે તેઓ ઈસ્લામાબાદ કોર્ટમાં પેશ થવા જઈ રહ્યા હતા પરંતુ તેમના કાફલાને કોર્ટ જતા પહેલા ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા ઉપર જ રોકી દેવામાં આવ્યો છે.

Pakistan News: દરવાજો તોડીને ઈમરાન ખાનના ઘરમાં ઘૂસી પોલીસ, PTI કાર્યકરો પર લાઠીચાર્જ

તોશાખાના કેસમાં આરોપી ઈમરાન ખાન પર સંકટના વાદળો હજુ પણ છવાયેલા છે. આજે તેઓ ઈસ્લામાબાદ કોર્ટમાં પેશ થવા જઈ રહ્યા હતા પરંતુ તેમના કાફલાને કોર્ટ જતા પહેલા ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા ઉપર જ રોકી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાન જ્યારે ઈસ્લામાબાદ જવા માટે નીકળ્યા ત્યારે તેમના લાહોર સ્થિત ઘર પર પોલીસ પહોંચી. આ દરમિયાન પોલીસ અને પીટીઆઈ કાર્યકરો વચ્ચે ઝડપ પણ  થઈ. 

ઈસ્લામાબાદ જતા ઈમરાન ખાને એક વીડિયો પણ જારી કર્યો. આ વીડિયોમાં ઈમરાન ખાન કહી રહ્યા છે કે મારા ઈસ્લામાબાદ પહોંચતા જ તેઓ મારી ધરપકડ કરી લેશે. ઈમરાન ખાને કહ્યું કે મારી ધરપકડ લંડન પ્લાનનો એક ભાગ છે. મારી ધરપકડ નવાઝ શરીફના કહેવા પર થઈ રહી છે. 

— Imran Khan (@ImranKhanPTI) March 18, 2023

તેમણે કહ્યું કે હું અગાઉ પણ ઈસ્લામાબાદની કોર્ટમાં હાજર થવા માટે જઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે પંજાબ પોલીસે જમાન પાર્કમાં મારા ઘર પર હુમલો કર્યો. જ્યાં બુશરા બેગમ એકલા છે. આ કયા કાયદા હેઠળ કરી રહ્યા છે? આ લંડન યોજનાનો એક ભાગ છે. જ્યાં ભાગેડુ નવાઝ શરીફને એક નિયુક્તિ પર સહમત થવાના બદલામાં સત્તામાં લાવવાની પ્રતિબદ્ધતા જતાવવામાં આવી હતી. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં ઈમરાન ખાનના લાહોર સ્થિત ઘરની બહાર માહોલ ખુબ બગડી ગયો છે. પોલીસ તરપથી જણાવવામાં આવ્યું છે કે ઈમરાન ખાનના જમાન પાર્કના ઘરની છતથી પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેના જવાબમાં પોલીસે ત્યાં હાજર PTI કાર્યકરોની પીટાઈ કરી છે. 

દરવાજો તોડીને ઘૂસી પોલીસ
PTI કાર્યકરોને વિખેરવા માટે પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો. અત્રે જણાવવાનું કે પોલીસની આ કાર્યવાહીમાં ઈમરાન ખાનના ઘરનો દરવાજો તોડવા માટે બુલડોઝરનો પણ ઉપયોગ કરાયો. 

પેશી માટે જતી વખતે ઘટી દુર્ઘટના
નોંધનીય છે કે આજે પેશી માટે જતી વખતે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના કાફલાની ગાડીનો પણ અકસ્માત થયો. ઈમરાન ખાનના કાફલામાં જઈ રહેલી ગાડીઓ પરસ્પર ટકરાઈ હતી. અકસ્માત બાદનો વીડિયો જોવાથી સ્પષ્ટ ખબર પડે છે કે કાફલાની બે ગાડીઓ પરસ્પર ટકરાઈ જેમાંથી એક ગાડી સંપૂર્ણ રીતે પલટી ગઈ હતી. 

આ અકસ્માત એવા સમયે થયો જ્યારે પૂર્વ પીએમ ઈમરાન ખાન તોશાખાના કેસમાં હાજર થવા માટે લાહોરથી ઈસ્લામાબાદ થઈ રહ્યા હતા. જો કે પૂર્વ પીએમ ઈમરાન ખાન અકસ્માત સમયે કોઈ પણ ગાડીમાં નહતા. 

આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઈમરાન ખાન જોકે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ઈસ્લામાબાદમાં તેમની પેશી થવાની છે. 

શું છે આ તોશાખાના કેસ? 
નોંધનીય છે કે ઈમરાન ખાન પર હાલના દિવસોમાં તોશાખાના કેસના કારણે સંકટના વાદળો છવાયેલા છે. ઈમરાન ખાન પર ભેંટમાં ધાંધલીનો આરોપ લાગેલો છે. વર્ષ 2018માં દેશના પીએમ તરીકે તેમને યુરોપ અને ખાસ કરીને અરબ દેશોના પ્રવાસ દરમિયાન અનેક કિંમતી ભેટો મળી હતી. કથિત રીતે અનેક ભેટ ઈમરાન ખાને જાહેર કરી નહતી. જ્યારે કેટલીક ભેટોને તો અસલ કરતા ઘણી ઓછી કિમત પર ખરીદી લેવાઈ અને બહાર જઈને મોટી કિંમત પર વેચી દેવાઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news