કેમિકલ કાંડ પર વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન: ગુણવત્તા જરૂરી છે ખોટા કાયદાથી શું થવાનું?

પાટણ ખાતે અર્બુદા સેનાની પ્રથમ જિલ્લા કારોબારી મળી હતી. જેમાં વિપુલ ચૌધરીએ કેમિકલ કાંડ મામલે જણાવ્યું હતું કે, ગુણવત્તા વિષય છે, ખોટા કાયદા કરવાથી શું થઇ શકવાનું છે. 

કેમિકલ કાંડ પર વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન: ગુણવત્તા જરૂરી છે ખોટા કાયદાથી શું થવાનું?

પાટણ: કેમિકલ કાંડથી મોતના આંકડો સતત વધી રહ્યા છે. કેમિકલકાંડમાં એક બાદ એક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. કુલ મૃત્યુઆંક 41 પર પહોંચ્યો છે અને હજુ વધવાની શક્યતા જોવાઈ રહી છે. તેવા સમયે કેમિકલ કાંડ પર વિપુલ ચૌધરીનું વિવાદિત નિવેદન સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કેમિકલ કાંડ પર વિપુલ ચૌધરીએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ વસ્તુમાં ગુણવતા જરૂરી છે ખોટા કાયદાથી શું થવાનું છે. નબળા કરતા સારી ગુણવત્તાવાળું વેચાવું જોઈએ. કોઈ મુશ્કેલી હોય તો અમે ડિસ્ટ્રિબ્યુટર બનાવી આપીશું. દારૂની જગ્યાએ દૂધ વેચાય તેવા પ્રયત્નો થવા જોઈએ. ગુણવત્તા જળવાઈ રહે તે જરૂરી છે.

પાટણ ખાતે અર્બુદા સેનાની પ્રથમ જિલ્લા કારોબારી મળી હતી. જેમાં વિપુલ ચૌધરીએ કેમિકલ કાંડ મામલે જણાવ્યું હતું કે, ગુણવત્તા વિષય છે, ખોટા કાયદા કરવાથી શું થઇ શકવાનું છે. એના કરતા ગુણવત્તા વાળું આ દેશમાં વેચાય અથવા રાજમાં કોઈ મુશ્કેલી હોય તો અમારા ડિસ્ટ્રિબ્યુટર બનાવી દઈએ, પણ ગુણવત્તા જળવાઈ રહે તે જરૂરી છે. દારૂની જગ્યાએ દૂધ વેચાય એવા પ્રયત્નો થવા જોઈએ તેવું વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં અર્બુદા સેનાની જિલ્લા કારોબારી આગામી સમયમાં સરકાર યોગ્ય પગલાં નહિ લેતો મળી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રીના આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. ત્યારે આ બેઠકમાં મુખ્ય સહકારી ડેરી ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત દૂધ અને છાશ ઉપર લગાવેલ જીએસટી રદ કરવા અંગેનો ઠરાવ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો, અને સરકાર યોગ્ય પગલાં નહિ ભરે તો દોનારી બહેનોને સાથે રાખી શાસક પક્ષ સામે સંઘર્ષ કરવા હાંકલ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news