વિપુલ ચૌધરીએ હવે અર્બુદા સેના બનાવી! સરકારનુ નાક દબાવવાનો પ્રયાસ કે પછી...
Trending Photos
તેજસ દવે/મહેસાણા : ચૌધરી સમાજના યુવાનોની અર્બુદા સેના નામના સંગઠનની રચના કરવામાં આવી છે. વિપુલ ચૌધરીની આગેવાનીમાં અર્બુદા સેના સક્રિય થઇ ચુકી છે. વિજાપુરના પામોલમાં અર્બુદા સેનાની જાહેર સભા યોજાઇ હતી. પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ જણાવ્યું કે, 80 વર્ષના માણસે 3 દાયકા સુધી સેવા કરી હોય એમના સાથે પણ ગદ્દારી કરાઇ છે. ભૂતકાળમાં સાધારણ સભામાં વિપુલ ચૌધરી પ્રવેશ ન કરી શકે તેવી પ્રવૃત્તિઓ કરાઈ છે.
જ્યારે પાટીદાર સમાજ સરકારનો વિરોધ કરતો હતો ત્યારે ડેરીમાં ભાજપની 3 - 3 દિવસ પક્ષની કારોબારી યોજવામાં આવતી હતી. જેનો આભાર માનવાની જગ્યાએ અમને જેલ બતાવી છે. દૂધ સાગર ડેરીમા વિપુલ ચૌધરીએ સમરસતાથી કામ કર્યું છે છતાં વિપુલ ચૌધરી સાથે ગદ્દારી કેમ કરવામાં આવી. ગદ્દાર હરિભાઈ વેલજીભાઈ ચૌધરી સમાજ સાથે ગદ્દારી કરવાનું તમને લાયસન્સ કોને આપ્યું છે. દિલ્હીમાં થયેલ ડેરીનો ઉપયોગ કરો નવા પાવડર પ્લાન્ટ બનાવવાની જગ્યાએ પપ્પુના માધ્યમથી ડેરી રિવર્સ ગિયરમાં પડી છે.
ગદ્દારો મીડિયામાં ભાવ જાહેર કરે એ ભાવ પણ જુદા હોય છે અને પશુપાલકોને અલગ ભાવ આપવામાં આવે છે. અચ્છે દિન ! ક્યારે આવશે અચ્છે દિન? પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ફરી રાજકારણમાં સક્રિય થયા છે. વિપુલ ચૌધરીની આગેવાનીમા ચૌધરી સમાજના યુવાનોએ અર્બુદા સેના નામના સંગઠનની રચના કરાઈ છે. જે અર્બુદા સેનાની વિજાપુરના પામોલમાં જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં વિપુલ ચૌધરીએ સરકાર અને દૂધ સાગર ડેરીના હાલના સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. ડેરીના સત્તાધીશોને પપ્પુ કહી દૂધ સાગર ડેરી હવે રિવર્સ ગિયરમાં પડી હોવાના કટાક્ષ કરી સંબોધ્યા હતા. વિપુલ ચૌધરીએ અર્બુદા સેના થકી સમાજને એક કરવા સમાજને એક કરવો પડશે તેવું આહવાન કર્યું હતું. વિપુલ ચૌધરીને વધુમાં નિવેદન કર્યું હતું કે, 80 વર્ષના માણસે 3 દાયકા સુધી સેવા કરી હોય એમના સાથે પણ ગદ્દારી કરાઇ છે.
ભૂતકાળમાં સાધારણ સભામાં વિપુલ ચૌધરી પ્રવેશ ન કરી શકે તેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી. જ્યારે પાટીદાર સમાજ સરકારનો વિરોધ કરતો હતો ત્યારે ડેરીમાં 3 - 3 દિવસ ભાજપની કારોબારી યોજવામાં આવતી. જેનો આભાર માનવાની જગ્યાએ અમને જેલ બતાવી. દૂધ સાગર ડેરીમા વિપુલ ચૌધરીએ સમરસતાથી કામ કર્યું છે છતાં વિપુલ ચૌધરી સાથે ગદ્દારી કેમ? ગદ્દાર હરિભાઈ વેલજીભાઈ ચૌધરી સમાજ સાથે ગદ્દારી કરવાનું તમને લાયસન્સ કોને આપ્યું છે? તો ડેરીના હાલના સત્તાધીશો પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, નવા પાવડર પ્લાન્ટ બનાવ્યા વગર દિલ્હીમાં થયેલ ડેરી નો ઉપયોગ કરવો જોઈએ. પણ અહી તો પપ્પુ ના માધ્યમ થી ડેરી રિવર્સ ગિયરમા પડી છે. ગદ્દારો મીડિયામાં ભાવ જાહેર કરે એ જુદા અને પશુપાલકોને ભાવ આપે એ જુદા હોય છે . અચ્છે દિન ! ક્યારે આવશે અચ્છે દિન? આમ અર્બુદા સેના થકી ચૌધરી સમાજને એક થઈ સત્યના માર્ગે આગળ વધવા વિપુલ ચૌધરી એ આહવાન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ પ્રકારનાં સમાજ અને તેમના સંગઠનો ફરી એકવાર સક્રિય થઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે