ભરૂચના કાંઠા વિસ્તારોમાં પૂરનું સંકટ! સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ છલકાયો, લોકોને એલર્ટ કરાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી 137 મીટરને પાર પહોચી છે અને હાલમાં 23 દરવાજા 4.20 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 7,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
Trending Photos
ભરત ચુડાસમા/ભરૂચ: રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી બાજુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સરદાર સરદાર ડેમ છલકાયો છે. જેના કારણે ભરૂચના કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે 22 ફૂટે વોર્નિંગ લેવલ છે, જ્યારે આજે 24 ફૂટે ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
ભરૂચ તેમજ અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામો અને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર પ્રક્રિયા સાંજે શરૂ કરાશે. બપોરે 3 કલાકે 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 5,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ ચાલી રહ્યો છે.
નોંધનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમની (16 સપ્ટેમ્બર) બપોરના 5 કલાકની સ્થિતિ પર નજર કરીએ તો સાંજે 5 કલાકે ડેમની સપાટી 137 મીટરને પાર થઈ ગઈ છે.
પાણીની સપાટી - 137.10 મીટર
મહત્તમ સપાટી - 138.68 મીટર
પાણીની આવક - 11,68,000ક્યૂસેક
ઉલ્લેખનીય છે કે, હાલ 23 દરવાજા 4.20 મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 7,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક સતત રહેવાને કારણે સાંજે 6 કલાકથી લગભગ 8 લાખ ક્યૂસેક પાણી છોડવાની સંભાવના જોવામાં આવી રહી છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે