નાની વયના બાળકનો ગાડી ચલાવતો VIDEO વાયરલ, મનપા સોલિડ વેસ્ટ ખુલ્લી આંખોએ ઉંઘતું ઝડપાયું!

જુહાપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની ગાડી ચલાવતા કિશોરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જુહાપુરા વિસ્તારનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.

નાની વયના બાળકનો ગાડી ચલાવતો VIDEO વાયરલ, મનપા સોલિડ વેસ્ટ ખુલ્લી આંખોએ ઉંઘતું ઝડપાયું!

સપના શર્મા/અમદાવાદ: શહેરમાં ફરી એકવાર મનપા સોલિડ વેસ્ટ ખુલ્લી આંખોએ ઉંઘતું ઝડપાયું છે. અમદાવાદમાં પાલિકાની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની ગાડી ચલાવતા કિશોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જી હા...જુહાપુરા વિસ્તારમાં કિશોર કચરો ભેગો કરતો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ એક સ્થાનિકે વીડિયો બનાવી કાર્યવાહીની માંગ કરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે,  જુહાપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની ગાડી ચલાવતા કિશોરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જુહાપુરા વિસ્તારનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. અગાઉ પણ નાની વયના બાળકોના અનેક વીડિયો વાયરલ થયા છે. તેમ છતાં તંત્ર સુધારવાનું નામ લેતું નથી. આ વીડિયો વાયરલ થયા બાદ હવે સવાલ એ ઉભો થાય છે કે સોલિડ વેસ્ટ વિભાગમાં નાના બાળકો પાસે કામ કરાવવું કેટલું યોગ્ય છે? મોટર વ્હીકલ એક્ટના ધજાગરા ઉડાડતું મનપા કાર્યવાહી કરશે?

આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે મનપા સોલિડ વેસ્ટ ખુલ્લી આંખોએ ઊંઘી રહ્યું છે. મનપાની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ગાડી પર તેમનો અધિકાર છે, છતાં એક કિશોર કેવી રીતે ગાડી ચલાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક તીખા સવાલો ઉભા થયા છે. અગાઉ પણ સોલિડ વેસ્ટ વિભાગમાં નાની વયના બાળકો કામ કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે શું આ ઘટના બાદ કોઈ મોટી કાર્યવાહી થશે? તે ચર્ચાનો વિષય બન્યો છે. મોટર વેહિક્લ એક્ટના ધજાગરા ઉડાડતું મનપા હવે આ ઘટનામાં કોઈ કાર્યવાહી કરશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news