અમદાવાદના લગ્ન સમારોહમાં હુક્કા બાર અને ફાયરિંગનો વીડિયો વાયરલ, પોલીસ સામે સવાલ
દાણીલીમડા વિ્તારમાં લગ્ન સમારંભમાં હુક્કા બાર અને ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. ગુડ લક પાર્ટી પ્લોટનો વીડિયો હોવાની શક્યતા હાલમાં જણાઇ રહી છે. લગ્ન પાર્ટીમાં બેફામ હુક્કા બાર ધમધમી રહ્યું છે. તેવું વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ કાય છે. દાણીલીમડા પોલીને જાણ કર્યા હોવા છતા પાર્ટીઓ થતી હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે.
Trending Photos
અમદાવાદ : દાણીલીમડા વિ્તારમાં લગ્ન સમારંભમાં હુક્કા બાર અને ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે. ગુડ લક પાર્ટી પ્લોટનો વીડિયો હોવાની શક્યતા હાલમાં જણાઇ રહી છે. લગ્ન પાર્ટીમાં બેફામ હુક્કા બાર ધમધમી રહ્યું છે. તેવું વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ કાય છે. દાણીલીમડા પોલીને જાણ કર્યા હોવા છતા પાર્ટીઓ થતી હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે.
આ વીડિયોમાં એક વ્યક્તિ દેવ બાદશાહ લખેલી કેક કાપતો જોવા મળી રહ્યો છે. તેમ આ વ્યક્તિનાં હાથમાં પિસ્તોલ સાથેનો ફોટો પણ વાયરલ થયો છે. દાણીલીમડા પોલીસે આ વાયરલ થયેલા વીડિયો અંગે તપાસ આદરી છે. દાણીલીમડામાં હુક્કાબારની પાર્ટી અને ફાયરિંગની સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. કાયદો અને વ્યવ્થાની સ્થિતીને લઇને પ્રશ્નો પણ ઉભા થયા છે.
આ મુદ્દે દાણીલીમડા પોલીસ સ્ટેશન પીઆઇ એમ.એમ લાલીવાલાએ જણાવ્યું કે, ગુડલક પાર્ટી પ્લોટ આસપાસના વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. જે અંગે તપાસ ચાલી રહી છે. આ વ્યક્તિની ઓળખ થઇ ચુકી છે. પાર્ટી પ્લોટના સંચાલકની પણ પુછપરછ કરવામાં આવશે. તમામ વિરુદ્ધ જરૂરી કલમો ઉમેરીને તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે