વાયબ્રન્ટ ગુજરાત પર કોરોનાની તોળાતી તલવાર, કેન્દ્રની ગાઇડલાઇન જાહેર થયા બાદ લેવાશે ફાઇનલ નિર્ણય

ગુજરાત સહિત વિશ્વના અનેક દેશોમાં આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ અંગેનો નિર્ણય 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રની ગાઇડલાઇન બાદ જ નિર્ણય લેવાઇ શકે છે. જેમાં માત્ર 500 મહેમાનો સાથે સાદાઇથી સમિટનું આયોજન કરવાની પણ વિચારણા ચાલી રહ્યું હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. ગુજરાતમાં આગામી 10થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજવાની જાહેરાત કરી છે. જો કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં ફરી નવા પ્રતિબંધો લાગુ પડે તેવી શક્યતા છે. જેના કારણે હાલ સમગ્ર મામલો ગુંચવાયેલો છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ ઓમિક્રોનનો ભારે ખતરો છે. જેના કારણે મહેમાનો પણ આવે તેની શક્યતાઓ ઓછી હોવા ઉપરાંત આ મહેમાન આવે તો પણ ઓમિક્રોન વેરિયન્ટની શક્યતાને જોતા સરકાર પણ અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહી છે. 
વાયબ્રન્ટ ગુજરાત પર કોરોનાની તોળાતી તલવાર, કેન્દ્રની ગાઇડલાઇન જાહેર થયા બાદ લેવાશે ફાઇનલ નિર્ણય

ગાંધીનગર : ગુજરાત સહિત વિશ્વના અનેક દેશોમાં આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પગલે ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ અંગેનો નિર્ણય 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રની ગાઇડલાઇન બાદ જ નિર્ણય લેવાઇ શકે છે. જેમાં માત્ર 500 મહેમાનો સાથે સાદાઇથી સમિટનું આયોજન કરવાની પણ વિચારણા ચાલી રહ્યું હોવાનું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે. ગુજરાતમાં આગામી 10થી 13 જાન્યુઆરી સુધી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજવાની જાહેરાત કરી છે. જો કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કારણે ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાં ફરી નવા પ્રતિબંધો લાગુ પડે તેવી શક્યતા છે. જેના કારણે હાલ સમગ્ર મામલો ગુંચવાયેલો છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ ઓમિક્રોનનો ભારે ખતરો છે. જેના કારણે મહેમાનો પણ આવે તેની શક્યતાઓ ઓછી હોવા ઉપરાંત આ મહેમાન આવે તો પણ ઓમિક્રોન વેરિયન્ટની શક્યતાને જોતા સરકાર પણ અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહી છે. 

જો કે સરકાર દ્વારા વાયબ્રન્ટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં વાયબ્રન્ટ પર કોરોનાનું ગ્રહણ લાગી શકે તેવી દહેશતને જોતા સરકાર દ્વારા બંન્ને સ્થિતિઓને ધ્યાને રાખીને આનુષાંગીક તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોના અંગેની ગાઇડલાઇન અને કર્ફ્યુ સહિતના પ્રતિબંધોની ફેરવિચારણા કરવામાં આવી રહી છે. તેવામાં કેન્દ્રની ગાઇડલાઇન બાદ જ વાયબ્રન્ટના આયોજન પર ફાઇનલ સિક્કો લાગે તેવી શક્યતા છે. 

ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબબલ ઇન્વેસ્ટમેન્ટ સમિત 2019 માં યોજાવાની હતી જો કે કોરોનાને કારણે તે મોકુફ રહી હતી. હવે તે સમિટનું આયોજન 10 જાન્યુઆરીએ આયોજીત થવા જઇ રહ્યું છે. તેવામાં ફરી એકવાર કોરોનાનું ગ્રહણ લાગે તેવી શક્યતા છે. દક્ષિણ આફ્રિકા સહિતનાં વિવિધ દેશોના ઉદ્યોગકારો અને આગેવાનોને આમંત્રણ અપાઇ ચુક્યું છે. આ ઉપરાંત અન્ય દેશોના પ્રતિનિધિ અને મૂડીરોકાણકારોએ પણ વાયબ્રન્ટમાં આવવા અંગેની તત્પરતા દર્શાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news