નરોડા ગામ હત્યાકાંડનો 21 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો, જાણો ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા 9 મોટા નરસંહાર કેસની કહાની

જો કે આ કેસમાં 86 આરોપી હતા, જેમાંથી 18ના મોત થયા છે. SIT કેસ માટે વિશેષ ન્યાયાધીશ એસકે બક્ષીની કોર્ટ આજે એટલે કે 20 એપ્રિલે બાકીના 68 આરોપીઓ વિરુદ્ધ ચુકાદો સંભળાવશે.

નરોડા ગામ હત્યાકાંડનો 21 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો, જાણો ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા 9 મોટા નરસંહાર કેસની કહાની

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના નરોડા ગામ કેસમાં અમદાવાદની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. SIT કેસના વિશેષ ન્યાયાધીશ એસકે બક્ષીની કોર્ટે નરોડા ગામ રમખાણ કેસમાં 68 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આમાં પૂર્વ મંત્રી માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીનું નામ પણ સામેલ છે.

હકીકતમાં વર્ષ 2002માં થયેલા આ રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મંત્રી અને બીજેપી નેતા માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત 86 લોકોને પોલીસે તપાસના આધારે આરોપી બનાવ્યા હતા. આ કેસમાં 86 આરોપી હતા, જેમાંથી 18ના ટ્રાયલ દરમિયાન મોત થયા છે.

187 સાક્ષીઓની તપાસ પૂર્ણ
જોકે આ કેસમાં  ટ્રાયલ દરમિયાન 17 આરોપીઓના મૃત્યુ થયા હતા સ્પેશિયલ કોર્ટ સમક્ષ 7 વર્ષથી દલીલો ચાલી રહી હતી. આ કેસમાં કોર્ટના જજ સુભદ્રા બક્ષીએ સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત કેસમાં કુલ 258 સાક્ષીમાંથી 187 સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસે સ્થળ પરથી 50થી વધુ આરોપીને દબોચી લીધા હતા. બાદમાં તબક્કાવાર રીતે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ગોધરાકાંડ સહિત 9 કેસની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે કરી હતી. જેનું સુપ્રીમકોર્ટના નિર્દેશથી ગઠન થયું હતું. ખાસ વાત એ છે કે ગોધરાકાંડ બાદના 9માંથી 8 કેસના ચુકાદા આવી ચુક્યા છે.

  • નરોડા ગામ હત્યાકાંડમાં આજે ફાઈનલ ચુકાદો
  • SITની સ્પેશિયલ કોર્ટ સંભળાવશે સજા
  • 8 ચાર્જ શીટ
  • 3 ફાઈનલ દલીલ
  • 5 જજ બદલાયા
  • 86 આરોપી પૈકી, ટ્રાય દરમિયાન 14ના મૃત્યુ, એકને મુક્ત કરાયો
  • નરોડા ગામ હત્યાકાંડમાં 4 મહિલા સહિત 11 લોકોની કરાઈ હતી હત્યા
  • 21 વર્ષ અને 41 દિવસ બાદ આવી રહ્યો છે ચુકાદો
  • અમદાવાદ ભદ્રકોર્ટની બહાર મોટી માત્રામાં પોલીસ કાફલો તૈનાત
  • થોડીવારમાં નરોડા ગામ હત્યાકાંડમાં આવશે ચુકાદો
  • 28 ફેબ્રુઆરી 2002ના રોજ થયો હતો નરસંહાર

શું છે સમગ્ર મામલો
ઘટના 27 ફેબ્રુઆરી 2002ની છે, તે દિવસે સાબરમતી એક્સપ્રેસ અયોધ્યાથી ગુજરાત પહોંચી હતી. ગુજરાતમાં પ્રવેશ કર્યાના થોડા સમય પછી આ ટ્રેનને વડોદરા નજીક ગોધરા ખાતે તેના S-6 ડબ્બામાં ઘેરી લેવામાં આવી હતી અને આગ લગાડવામાં આવી હતી. આ કોચ અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકોથી ભરેલો હતો. આગમાં 59 લોકોના મોત થયા હતા.

આ આગની ઘટનાના એક દિવસ પછી ગુજરાતમાં કોમી તોફાનો થયા હતા. ગોધરાની ઘટનાના બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ ગોધરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. તમામ શાળાઓ, દુકાનો અને બજારો બંધ હતા. ભીડમાં રહેલા લોકોએ દરેક જગ્યાએ પથ્થરમારો શરૂ કર્યો. ધીમે ધીમે માહોલ વણસ્યો અને શરૂ થયો પથ્થરમારો, આગચંપી અને તોડફોડ શરૂ થઈ. આ દરમિયાન 11 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

ગોધરામાં કોમી તણાવ બાદ નરોડા પાટિયા ગામમાં પણ રમખાણો શરૂ થયા હતા. આ બંને વિસ્તારોમાં આ કોમી હિંસા દરમિયાન લગભગ 97 લોકોના મોત થયા હતા. આ હિંસા બાદ સમગ્ર રાજ્યમાં રમખાણો થયા હતા. ભારતના તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલે 11 મે 2005 ના રોજ ગુજરાતમાં રમખાણોમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે 790 મુસ્લિમો અને 254 હિંદુઓ એટલે કે કુલ 1,044 લોકો માર્યા ગયા.

જ્યારે, 223 લોકો એવા હતા જે તે સમયે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી, જેઓ પાછળથી મૃત હોવાનું માનવામાં આવે છે. આ 223 ગુમ થયેલા લોકોનો સમાવેશ કર્યા પછી ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર ગુજરાત રમખાણોમાં કુલ 1267 લોકો માર્યા ગયા હતા. જો કે, સ્થાનિક લોકો અને કેટલીક બિન-સરકારી સંસ્થાઓના જણાવ્યા અનુસાર, રમખાણોમાં બે હજારથી વધુ લોકોના મોત થયા હતા.

બીજી તરફ ન્યાયની વાત કરીએ તો આ 20 વર્ષમાં ગુજરાત રમખાણોને લગતા કુલ 9 કેસ નોંધાયા હતા. જેમાંથી 8ની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ગોધરાની ઘટના, બેસ્ટ બેકરી, સરદારપુરા કેસ, નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી, ઓડે ગામ, દીપડા દરવાજા અને બિલકીસ બાનો કેસનો સમાવેશ થાય છે.

માયા કોડનાનીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા

નરોડા ગામ કેસમાં 2009માં કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. જેમાં 327 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. માયા કોડામણી અને બાબુ બજરંગીને 2012માં SIT કેસમાં વિશેષ અદાલતે હત્યા અને ષડયંત્ર માટે દોષિત ઠેરવ્યા હતા. ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય માયા કોડનાની પર ગોધરા કાંડ પર ગુસ્સે થયેલા હજારોના ટોળાને ઉશ્કેરવાનો આરોપ છે, જેના પછી નરોડા ગામમાં મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 82 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા.

જ્યારે માયા કોડનાની કહે છે કે રમખાણોની સવાર ગુજરાત વિધાનસભામાં હતી. માયા કહે છે કે જે દિવસે રમખાણો થયા હતા તે દિવસે તે ગોધરા ટ્રેન કાંડમાં માર્યા ગયેલા કાર સેવકોના મૃતદેહો જોવા માટે બપોરે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે પ્રત્યક્ષદર્શીઓએ કોર્ટમાં કહ્યું છે કે રમખાણો દરમિયાન માયા કોડનાની નરોડામાં હાજર હતી અને તેણે ટોળાને ઉશ્કેર્યો હતો.

આ ધારાઓમાં ચાલી રહી છે ટ્રાયલ
નરોડા ગામ કેસમાં આરોપીઓ સામે IPC કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર રીતે સભા), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારોથી સજ્જ તોફાનો), 120B (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ ચાલી રહ્યો છે.

જાણો ગુજરાત રમખાણો સંબંધિત 9 મહત્વના કેસો વિશે...

1. નરોડા પાટિયાઃ નરોડા પાટિયા રમખાણ કેસ 2002ની ગોધરા ઘટના સાથે સંબંધિત છે. 27 ફેબ્રુઆરીએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવ્યા બાદ વિશ્વ હિંદુ પરિષદે 28 ફેબ્રુઆરી, 2002એ નરોડા પાટીયા વિસ્તારને બંધ કરવા હાંકલ કરી હતી. તે જ દિવસે ગુસ્સે ભરાયેલા ટોળાએ નરોડા પાટિયા વિસ્તારમાં અનેક મકાનો સળગાવી દીધા હતા. આ ઘટનામાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 32 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે 29 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

2. સરદારપુરાઃ 1 માર્ચ 2002ના રોજ હિંદુ અને મુસ્લિમો વચ્ચે થયેલા કોમી રમખાણોમાં 33 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ કેસમાં 17 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 14 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

3. નરોડા ગામઃ ગુજરાતમાં રમખાણો દરમિયાન થયેલા નરોડા ગામ કેસમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટ આજે એટલે કે 20 એપ્રિલે તેનો મહત્વનો ચુકાદો આપી શકે છે. આ કેસમાં 86 આરોપી હતા, પરંતુ તેમાંથી 18નું ટ્રાયલ દરમિયાન મોત થયું હતું. આ કેસના આરોપીઓમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીનો પણ સમાવેશ થાય છે.

4. ગુલબર્ગ સોસાયટીઃ 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ દરમિયાન બદમાશોએ લઘુમતી સમુદાયની વસાહત 'ગુલબર્ગ સોસાયટી'ને પણ નિશાન બનાવ્યું હતું. આ સોસાયટી પૂર્વ અમદાવાદમાં આવેલી છે.

આ હિંસામાં ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી અને 69 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા 69 લોકોમાંથી માત્ર 38 લોકોના જ મૃતદેહ મળી આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 31 લોકો ગુમ થયાના અહેવાલ છે. આ કેસમાં 24 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 36 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

5. ગોધરાઃ 2002માં ફેબ્રુઆરી મહીનામાં ઉત્તર પ્રદેશના અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ ગુજરાત પહોંચી હતી. અહીં ગોધરામાં આ ટ્રેનને આગ ચાંપવામાં આવી હતી. તે સમયે આ ટ્રેન કાર સેવકોથી ભરેલી હતી અને આ આગને કારણે 58 લોકોના મોત થયા હતા. આ કેસમાં 35 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

6. ઓડે વિલેજ: 1 માર્ચ, 2002ના રોજ, ગુજરાતના આણંદ જિલ્લાના ઓડ નગરના પીરવાળી ભાગોલ વિસ્તારમાં આવેલ એક મકાનને ગોધરા ટ્રેન દુર્ઘટના બાદ આગ ચાંપવામાં આવી હતી. આ આગમાં લઘુમતી સમુદાયના 23 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ 23 લોકોમાં 9 મહિલાઓ અને 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં 9 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા જ્યારે 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

7. દીપડા દરવાજાઃ 10 વર્ષ પહેલા ગુજરાતના રમખાણો દરમિયાન તોફાનીઓએ એક જ પરિવારના 11 લોકોની હત્યા કરી નાખી હતી. આ કેસમાં ભાજપના ધારાસભ્ય પ્રહલાદ ગોસા સહિત 85 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. રમખાણો સમયે અહીં 26 મુસ્લિમ પરિવારો રહેતા હતા જેમાંથી 50 લોકો નાસી છૂટ્યા હતા પરંતુ યુસુફનો પરિવાર તોફાનીઓનો શિકાર બન્યો હતો. આ કેસમાં 22 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 61 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

8. બિલ્કીસ બાનો: વર્ષ 2002માં બિલ્કીસ બાનો પણ ગુજરાતમાં કોમી હિંસાનો ભોગ બની હતી. 3 માર્ચ 2002ના રોજ લગભગ 30થી 40 લોકોએ બિલ્કીસના પરિવાર પર હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી. તોફાનીઓએ બિલ્કીસ બાનો સહિત તેના પરિવારની 4 મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. આ કિસ્સામાં સુપ્રીમ કોર્ટ 2 મેના રોજ 11 દોષિતોની મુક્તિ સામેની અરજી પર અંતિમ સુનાવણી હાથ ધરશે.

9. બેસ્ટ બેકરી: 1 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા ટ્રેન સળગાવાને પગલે થયેલા કોમી રમખાણોમાં વડોદરા નજીક બેસ્ટ બેકરીમાં 14 લોકો સળગાવીને મારી નાંખવામાં આવ્યા હતા. બેસ્ટ બેકરીની માલિકી ઝહિરા શેખના પરિવારની હતી અને મૃતકોમાં તેમના પરિવારના સભ્યો અને બેકરીમાં કામ કરતા કેટલાક કારીગરો પણ સામેલ હતા. બેસ્ટ બેકરી કેસમાં 14 લોકોના મોત થયા હતા. 4ને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 5 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાત રમખાણો બાદ સરકાર પર યોગ્ય પગલાં ન લેવાનો આરોપ લગાવવામાં આવ્યો
સાબરમતી એક્સપ્રેસ સળગાવવાની ઘટના અને કાર સેવકોના મોત બાદ સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારે ગુજરાત સરકાર બે દિવસ સુધી રમખાણોને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી. ત્રીજા દિવસે તોફાનોને કાબૂમાં લેવા માટે સેનાને તૈનાત કરવી પડી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news