વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ કે લખાણો હોય તો કાઢી નાખજો, ટ્રાફિક પોલીસે બોલાવી તવાઈ, 123 વાહનો ડિટેન
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ફેન્સી નંબર ધરાવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આજે એક ડ્રાઇવ દરમિયાન આવા 123 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદઃ જો તમારા વાહનમાં ફેન્સી નંબર પ્લેટ કે કોઈ લખાણ લખેલું હોય તો ચેતી જજો. હવે અમદાવાદ પોલીસે આવા વાહનો પર તવાઈ બોલાવવાની શરૂ કરી છે. અમદાવાદ પોલીસે આજે આવા વાહનો સામે કાર્યવાહી કરી હતી. ટ્રાફિક વિભાગ દ્વારા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા 123 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે લોકોને વાહનો પર આરટીઓ માન્ય નંબર પ્લેટ લગાવવા અને અન્ય લખાણો દૂર કરવાની સૂચના આપી છે.
ટ્રાફિક વિભાગે શરૂ કરી કાર્યવાહી
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આજે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ કે અન્ય લખાણો જોવા મળ્યા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરટીઓના નિયમો અનુસાર નંબરપ્લેટ ન રાખનારા વાહન ચાલકોના વાહન ડિટેન કર્યાં હતા. આવા 123 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. અમદાવાદ ઈસ્ટના ટ્રાફિક ડીસીપી સફિન હસન દ્વારા આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં વાહન ચાલકો પોતાના વાહનની નંબર પ્લેટમાં અલગ અલગ જાતના લખાણો લખી વાહનો ચલાવતા હોય તેવા વાહન ચાલકો વિરુધ્ધ કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહીની@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @PoliceAhmedabad @SafinHasan_IPS pic.twitter.com/1iQaoBq7Lw
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) May 14, 2023
123 જેટલા વાહનો ડિટેન કરાયા
વાહનોમાં જુદા-જુદા લખાણો અથવા આરટીઓ માન્ય ન હોય તેવી ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે આ દરમિયાન એમવી એક્ટ કલમ 207 મુજબ કુલ 123 વાહનો સામે કાર્યવાહી કરી છે. આ અંગે ટ્રાફિક ડીસીપી સફિન હસને કહ્યુ કે, દરેક વાહન ચાલકોએ નિયમો પાળવા પડશે. જે પણ લોકોના વાહનમાં ફેન્સી નંબર પ્લેટ હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે