પકોડી જેટલાં પૈસામાં તો પ્લેન જેટલું ચાલશે આ ગાડી! 25 રૂપિયામાં તો ક્યાંથી ક્યાં લઈ જશે આ કાર

શું તમે પણ ગાડી લેવાનું વિચારી રહ્યાં છો? પણ પેટ્રોલ-ડિઝલના ખર્ચા ભારે છે તે કઈ રીતે લેવી એવો વિચાર આવે છે? તો ચિંતા કરવાની જરૂર નથી આવી ગઈ છે તમારા માટે સાવ સસ્તું પડે એવી કાર...

પકોડી જેટલાં પૈસામાં તો પ્લેન જેટલું ચાલશે આ ગાડી! 25 રૂપિયામાં તો ક્યાંથી ક્યાં લઈ જશે આ કાર

નવી દિલ્હીઃ માત્ર 25 રૂપિયાના ખર્ચામાં 200 કિલોમીટર સુધી ચાલે છે આ કાર, જાણો કારના અન્ય ફિચર્સ...પ્રેટ્રોલ-ડીઝલની કિંમતો વધુ હોવાથી હવે લોકો પેટ્રોલ અને ડિઝલ સિવાયના વિકલ્પો શોધી રહ્યા છે. હાલ ઈલેક્ટ્રિક કારની કિંમતો એટલી છે કે, સામાન્ય વ્યક્તિના બજેટમાં આવતી નથી. વધતી મોંઘવારીની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઈલેક્ટ્રિક કાર ટ્રેન્ડ થઈ રહી છે. આ કાર 25 રૂપિયામાં 200 કિલોમીટર ચાલશે તેવો દાવો થઈ રહ્યો છે. આ કાર મધ્યપ્રદેશના એક વિદ્યાર્થીએ બનાવી છે. આ કારને બનાવવામાં ખૂબ ઓછો ખર્ચ થયો છે. એવું કહીએ તોય અતિશ્યોક્તિ ભર્યું નથી કે માત્ર પકોડી જેટલાં પૈસામાં તો ચાર્ટડ પ્લેન જેટલું ચાલશે આ ગાડી. કારણકે, લોકો હવે અમદાવાદથી રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 200 થી 250 કિલો મીટરની મુસાફરી માટે પણ ચાર્ટડ પ્લેનનો ઉપયોગ કરતા થયા છે. તેથી એ ગણિત અહીં પણ સાચું ઠરે છે.

ભવિષ્યની સવારી-
મધ્યપ્રદેશના એક એન્જિન્યરિંગના વિદ્યાર્થીએ આ ઈલોક્ટ્રિક કાર બનાવી છે. આ વિદ્યાર્થીનું નામ હિમાંશુ પટેલ છે. તે સાગર જિલ્લાનો રહેવાસી છે. હિમાંશુએ 5 મહિનાની મહેનત પછી આ કાર તૈયાર કરી છે. આ કાર અન્ય કારની જેમ મોટી છે. ડ્રાઈવર સાથે આ કારમાં 5 વ્યક્તિ બેસી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આ કારને એક વખત ફુલ ચાર્જ કરવામાં આવે તો તે 200 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કારને ફુલ ચાર્જ કરવામાં 4 કલાકનો સમય લાગે છે. આ કારની બેટરી ફુલ ચાર્જ થાય તેટલામાં 25 રૂપિયા જેટલો વીજ ખર્ચ થાય છે. 

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

કારની કિંમત માત્ર 2 લાખ-
કારમાં રિમોન્ટ કંટ્રોલ આધારિત સ્ટાર્ટ અને સ્ટોપનું ફ્કશન આપવામાં આવ્યું છે. આ સિવાય કારમાં ઈલેક્ટ્રિક સ્પીડ મીટર. બેટરી, પાવર મીટર, ફાસ્ટ ચાર્જર, ઈલેક્ટ્રિક સેફ્ટી માટે ફ્યૂઝ સિસ્ટમ અને એન્ટી-થેક્ટ એલારામનો સમાવેશ થાય છે.  હેરાન કરવાવાળી વાત એ છે કે આ કારને તૈયાર કરવામાં એક લાખનો જ ખર્ચ થયો હોવાનું કહેવામાં આવે છે. સાથે જ જો આ કાર માર્કેટમાં આવશે તો તેની કિંમત માત્ર બે લાખ રૂપિયા રાખવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news