'સાહેબ મારી પુત્રીના સારવારના પૈસા નથી તો PIએ ઉઠાવ્યો ખર્ચ', વટવા પોલીસની માનવતા મહેંકી!
વટવા પોલીસની માનવતા પણ આ ઘરનામાં મહેકી છે. ફરિયાદી પાસે સારવારના પૂરતા પૈસા ન હોવાથી વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ એ બંને બાળકોની સારવાર નો ખર્ચ ઉઠાવ્યો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: દુકાનમાં નોકરી કરનાર કર્મચારી નશાની હાલતમાં પકડાઈ જતા માલિકની બે બાળકીઓ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે મામલે વટવા પોલીસે કર્મચારી આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે વટવા પોલીસની માનવતા પણ આ ઘરનામાં મહેકી છે. ફરિયાદી પાસે સારવારના પૂરતા પૈસા ન હોવાથી વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ એ બંને બાળકોની સારવાર નો ખર્ચ ઉઠાવ્યો હતો.
વટવા પોલીસની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સનું નામ તુષાર કોષ્ટી છે. જેની વટવા પોલીસે લૂંટ અને જીવલેણ હુમલાના કેસ માં ધરપકડ કરી છે. આખા બનાવની વાત કરવા માં આવે તો આજથી આરોપી તુષાર કોષ્ટી ને અભી સિધ્ધપુરા એ પોતાની ડેરી અને કારિયાણી દુકાન માં નોકરી અર્થે રાખ્યો હતો અને પોતાના ઘરમાં આશરો પણ આપ્યો હતો ત્યારે નવરાત્રી ના સમય માં તુષાર કોષ્ટી દારૂ ના નશા માં એક વાર ઘરે આવતા ફરિયાદી અભી સિદ્ધપુરા એ ઘર છોડી દેવા અને નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો. ત્યારે જેનો બદલો લેવા અને ખુનસ માં ઘોડાસર પાસે આવેલા સમર્પણ એપાર્ટમેન્ટમાં 28 તારીખે વહેલી સવારે 12 અને 14 વર્ષની બે સગીર બહેનો પર જીવલેણ હુમલો કરી અને લૂંટ ચલાવી ને ફરાર થઇ ગયો હતો.
વટવા પોલીસે આ સમગ્ર બનાવની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં સામે ઝડપાયેલા આરોપી તુષાર કોસ્ટી ઘરમાંથી 1,76 હજાર રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો. જે બાદ ફરિયાદીના એટીએમ કાર્ડમાંથી 10,000 ઉપાડી લીધા હતા. જે અંગે વટવા પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં આરોપી તુષાર લૂંટને અંજામ આપી ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ફર્યા બાદ મુંબઈ ભાગી ગયો હતો. જોકે આરોપીએ તેના મિત્ર મારફતે તેણે કરેલી ફરિયાદમાં વટવા પોલીસની શું તપાસ ચાલે છે તેની જાણકારી મેળવ્યા બાદ અમદાવાદમાં આવ્યો હતો અને વટવા પોલીસના હાથમાં પકડાય ગયો હતો.
વટવા પોલીસે તુષાર કોષ્ટી ની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે આરોપી તુષાર કોષ્ટી ફરિયાદીની ડેરીમાં દારૂ પીતો હતો. તેથી તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.. જેનો બદલો લેવા આરોપીએ ફરિયાદી અભી સિધ્ધપુરા પર હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું પરંતુ હુમલાના દિવસે ફરિયાદી હાજર ન હોવાથી તેની બે સગીર દીકરી ઓ પર હુમલો કરી લૂંટ ને અંજામ આપ્યો હતો.
જીવલેણ હુમલો કર્યા બાદ આરોપીએ ફરિયાદી ના એટીએમ કાર્ડ માંથી રૂપિયા ઉપાડવા હતા. જેથી બેંક નો મેસેજ આવ્યો હતો અને ત્યારબાદ તપાસ કરતા ફરિયાદીની બે દિકરી પર હુમલો કરી આરોપી ફરાર થયો છે. જોકે બનાવની ગંભીરતા જોતા ઈજાગ્રસ્ત બાળકીની સારવાર માટે વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ કુલદીપ દાન ગઢવી એ ખર્ચ ઉઠાવ્યો હતો ત્યારે મદદ થી થી ફરિયાદી પરિવારે પીઆઇ કુલદીપ દાન ગઢવી ની આભાર પણ વ્યક્ત કર્યો હતો ત્યારે આ મદદ કરવા થી ફરી એક વાર પોલીસ ની માનવતા ની મહેક પસરી હતી.
હત્યાના પ્રયાસ અને લૂંટના ગુનામાં પોલીસે તપાસ કરતા આરોપીએ તપાસ અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે થી બીજા કોઈ શખ્સે આ સગીરા ઓ પર હુમલો કર્યો હોવાનું રટણ પોલીસ અને અન્ય બનવા સ્થળ ના પાડોશી ઓ પાસે કર્યું હતું . જોકે પોલીસ ની કસ્ટડીમાં આવ્યા બાદ કડક પૂછપરછ બાદ તેનો રચેલી માયાજાળ ભાંગી પડી હતી અને પોતે કરેલા ગુના ની કબૂલાત વટવા પોલીસ પાસે કરી લીધી હતી. તેથી પોલીસે આરોપી એ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે. કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે