આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવા મળે તોય બસ! ભયાનક માહોલ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે નુકસાન સહન કરતા ખેડૂતોને આ વર્ષે બદલાયેલા વાતાવરણ એ પડ્યા પર પાટુ માર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.. આથી ખેડુતો આ વખતે સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે.
Trending Photos
નિલેશ જોશી/વાપી: રાજ્યમાં હાલ કમોસમી વરસાદનો દોર ચાલી રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેના કારણે કેરી સહિતના ખેતીના પાકને નુકસાની ની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે.
મહત્વપૂર્ણ છે કે આ વર્ષે વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં કેરીનો પાક માત્ર 15 થી 20 ટકા બચ્યો હતો. પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના ફ્લાવરિંગ બાદ અત્યાર સુધી થયેલા કમોસમી વરસાદ અને અવારનવાર છવાયેલા વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાકને મોટી અસર થઈ હતી. આથી કેરીના ઉત્પાદનનું મોટું નુકસાન થયું હતું. એવામાં છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટા કારણે છવાયેલા વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાનીની શક્યતા જોવાઇ રહી છે.
આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાની વલસાડી આફૂસ સહિતની કેરી ખૂબ જ સંવેદનશીલ હોય છે. વાતાવરણમાં થોડા જ ફેરફારની સીધી અસર કેરીના પાક અને ઉત્પાદન પર પડે છે. આથી આ વખતે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે છવાયેલા વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ખેડૂતોને કેરીના પાકમાં નુકસાન થઈ રહ્યું હતું. આ વખતે બે વર્ષનું નુકસાન ભરપાઈ થશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા હતા.
આ વર્ષે સીઝનની શરૂઆતમાં આંબા ઉપર મોટા પ્રમાણમાં મોર બેઠા હતા. આથી આ વખતે કેરી નો ભરપૂર પાક થશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં વારંવાર આવેલા પલટા અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અસર થઈ હતી. પરિણામે આ વખતે વલસાડ જિલ્લામાં માત્ર 15 થી 20 ટકા જ કેરીનો પાક બચ્યો હતો. એવામાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ અને હજુ પણ વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી વલસાડ જિલ્લાના કેરી સહિતના પાકને નુકસાનની ભીતિને કારણે ખેડૂતોના જીવ અદ્ધર છે.
છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે નુકસાન સહન કરતા ખેડૂતોને આ વર્ષે બદલાયેલા વાતાવરણ એ પડ્યા પર પાટુ માર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.. આથી ખેડુતો આ વખતે સરકાર સમક્ષ મદદની અપેક્ષા રાખી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે