લંપટ ગુરૂએ ટાઇમપાસ માટે પહેલાં પ્રેમ સંબંધ બાંધ્યો પછી ઠંડા કલેજે કરી હત્યા, જાણો સમગ્ર મામલો

આરોપી જયદ્રપ ચૌધરી વર્ષ 2019માં ધરમપુરમાં આવેલી સીપેટ એટલે કે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. અને કોલેજમાં જ મનીષા ચૌહાણ વિદ્યાર્થીની તરીકે અભ્યાસ કરી હતી.

લંપટ ગુરૂએ ટાઇમપાસ માટે પહેલાં પ્રેમ સંબંધ બાંધ્યો પછી ઠંડા કલેજે કરી હત્યા, જાણો સમગ્ર મામલો

નિલેશ જોશી, વલસાડ: આપણા સમાજમાં ગુરૂ અને શિષ્યનો સંબંધને અતિશય પવિત્ર માનવામાં આવે છે. ત્યારે રાજ્ય (Gujarat) છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં એક ગુરુએ તેની જ શિષ્યા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને એટલું જ નહી આ હેવાન ગુરુએ શિષ્યને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ પણ આપી હતી. અને છેલ્લે આ લંપટ ગુરુએ કાવતરું રચી એક યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે બારડોલી (Bardoli) માં બનેલ આ ગુનાહિત કાવતરાને વલસાડ (Valsad) પોલીસે ઉકેલી નાખ્યો છે.

વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર (Dharampur) તાલુકાના કરંજવેરી ગામની મનિષા ચૌહાણ નામની એક યુવતી 24મી જાન્યુઆરીના રોજ ઘરેથી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ ધરમપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. આથી ધરમપુર પોલીસે ગુમ થયેલી યુવતી અંગે તપાસ માટે આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય યુવતીની ભાળ નહીં મળી આવતા આખરે ધરમપુર પોલીસે આસપાસના જિલ્લાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. 

ત્યારબાદ બારડોલી (Bardoli) પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણી યુવતીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનું ધરમપુર પોલીસ ને જાણ થઈ હતી. આથી ધરમપુર પોલીસે બારડોલી (Bardoli) નજીક મૃત હાલતમાં મળેલી અજાણી યુવતીના ફોટોની તપાસ કરી અને ખરાઈ કરતા બારડોલી નજીક મળી આવેલ મૃતદેહ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની અને જાન્યુઆરી મહિનાથી ગુમ મનીષાબેન ચૌહાણ નામની યુવતીની જ હોવાનો બહાર આવ્યું હતું. 

આથી ધરમપુર પોલીસ (Police) અને વલસાડ (Valsad) જિલ્લા એલસીબી પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ધરમપુર પોલીસના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક યુવતી મનીષાની હત્યા જયદ્રપ ચૌધરી નામના ઈસમે કરી છે. ત્યારે  ધરમપુર પોલીસે તાપીના વાલોડ તાલુકાના ધમોદલા ગામેથી આરોપી જયદ્રપ ચૌધરી ની ધરપકડ કરી લીધી છે.

આરોપી જયદ્રપ ચૌધરી વર્ષ 2019માં ધરમપુરમાં આવેલી સીપેટ એટલે કે સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો. અને કોલેજમાં જ મનીષા ચૌહાણ વિદ્યાર્થીની તરીકે અભ્યાસ કરી હતી. ત્યારે અભ્યાસ દરમિયાન ટ્રેનર જયદ્રપ ચૌધરી અને વિદ્યાર્થીની મનીષા ચૌહાણ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મનીષા ચૌહાણ જયદ્રપ ચૌધરીની કોલેજ જઈ અને સ્ટાફ સાથે ગેરવર્તન કરતી હતી. આથી પોતાનું સ્વમાન ઘવાયું હોવાતું હોવાનું માની કંટાળીને જયેદ્રપ ચૌધરીએ ધરમપુરમાં નોકરી છોડી અને તાપી જિલ્લાના વ્યારામાં માર્કેટિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો.  

જોકે આખરે જાન્યુઆરી મહિનાની 24 તારીખે મૃતક મનીષા ચૌહાણએ જ્યદ્રપ ચૌધરીને ફોન કરી અને તેની સાથે લઈ જવા માટે આગ્રહપૂર્વક દબાણ કર્યું હતું. આખરે જયદ્રપ ચૌધરીએ મૃતક મનીષા ચૌહાણને મળવા માટે વાંસદા બોલાવી હતી અને ત્યાં વાંસદાના એક ગેસ્ટ હાઉસમાં રોકાઈ અને મનીષા ચૌધરીને સમજાવવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ કોઈપણ રીતે મનીષા સમજવા તૈયાર ન હતી. આથી પીછો છોડાવવા માટે જયદ્રપ ચૌધરીએ વાલોડ નજીકથી પસાર થતી એક નહેરના કિનારે આવી અને પોતાની સાથે લાવેલ ઝેરી પ્રવાહીની બોટલ બહાર કાઢી અને મૃતક મનીષા ચૌહાણને જણાવ્યું હતું કે બંને મળી શકીએ તેવી પરિસ્થિતિ ન હોવાથી આ ઝેરી દવા પીને જ આપઘાત કરી લઈએ. 

જયદ્રપ ચૌધરીએ બંનેને સાથે જ આપઘાત કરવા જણાવતા મનીષા માની ગઈ હતી. જોકે આરોપીએ સૌપ્રથમ ઝેરી પ્રવાહી મનીષાને પીવડાવ્યા બાદ પોતે પીધું ન હતું. આથી ઝેરી દવા પી જતા થોડા જ સમયમાં મનીષા બેહોશ થઈ જતા આરોપી જયદ્રપ ચૌધરીએ તેનું ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આરોપી એટલો શાતીર છે કે મૃતકની ઓળખ છુપાવવા માટે મૃતક મનીષાના ચહેરા પર પથ્થરના ઘા ઝીંકી અને ચહેરો પણ ઓળખવા લાયક રાખ્યો ન હતો. આમ ધરમપુરના કરંજવેરીની મનીષા ચૌહાણની તેના પ્રેમી અને એક સમયે કોલેજમાં ગુરુ એવા જ્યદ્રપ ચૌધરીએ જ તરફ કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ એક ગુરુએ તેના ટાઇમપાસ માટે બનાવેલ પ્રેમીકાનો પીછો છોડાવવા એક શિષ્યાની  ઠંડા કલેજે ઝેરી દવા પીવડાવી અને હત્યા કરી હોવાનો સનસનીખેજ ખુલાસો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news